મહીસાગર જિલ્લા માં આજે સવારે 7થી 11 વાગ્યા સુધી માં 22 ટકા મતદાન થવા પામ્યું છે. સંતરામપુર વિધાનસભા માં 26,36 ટકા, લુણાવાડા વિધાનસભા માં 21,07 ટકા, બાલાસિનોર વિધાનસભા માં 20,04ટકા મતદાન થવા પામ્યું છે.
આમ મહીસાગર જિલ્લા માં સરેરાશ મતદાન ની ટકાવારી 22.27ટકા રહી છે.
સંતરામપુર જે.એચ.મહેતા હાઈસ્કૂલ મતદાન બુથ પર સવારથી મતદારોની લાઈન જોવાં મળતી હતી.ને પુરૂષ અને મહિલાઓ ની એક જ લાઈન રખાતાં મહિલા મતદારો ની અલગ લાઈન નહીં રખાતાં મહિલા મતદારો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.