Business

મસાલા ચીઝ ટોસ્ટ સેન્ડવિચ


સામગ્રી
પૂરણ માટે
3 નંગ સમારેલાં લીલાં મરચાં
2’’નો ટુકડો સમારેલું આદુ
1 નંગ સમારેલું ટામેટું
1 ટેબલસ્પૂન કોથમીર
1/2 કપ છીણેલું ચીઝ
1/2 ટેબલસ્પૂન તેલ

સ્પ્રેડ માટે
2 ટેબલસ્પૂન મેયોનેઝ
1 ટેબલસ્પૂન લીલી ચટણી
ખીરા માટે
1 કપ દૂધ
2-3 ટેબલસ્પૂન ચણાનો લોટ
2 ટેબલસ્પૂન મેયોનેઝ
1/2 ટીસ્પૂન લાલ મરચું
1/4 ટીસ્પૂન હળદર

સલાડ માટે
1 મધ્યમ કાંદાની સ્લાઈસ
1/4 કપ કોબીની સ્લાઈસ
1/2 મધ્યમ ટામેટાંની સ્લાઈસ
1 ટેબલસ્પૂન કોથમીર
1 નંગ સમારેલું લીલું મરચું
સ્વાદાનુસાર મીઠું
1 ટેબલસ્પૂન તેલ
અન્ય સામગ્રી
1/2 કપ પૌંઆ
4 સ્લાઈસ બ્રેડ
તેલ

રીત
એક બાઉલમાં પૂરણ તૈયાર કરવા આદુ, મરચાં, ટામેટાં, કોથમીર મિકસ કરો. તેમાં છીણેલું ચીઝ નાખી મિકસ કરો. થોડું તેલ નાખી બરાબર મિકસ કરી બાજુ પર રાખો.
સ્પ્રેડ માટે એક બાઉલમાં મેયોનેઝ અને ગ્રીન ચટણી મિકસ કરો.
એક બાઉલમાં ચણાનો લોટ, દૂધ, મેયોનેઝ, મીઠું, લાલ મરચું અને હળદર નાખી બરાબર મિકસ કરો.
સલાડ માટે એક બાઉલમાં સ્લાઈસ કરેલાં કાંદા, ટામેટાં, કોબી, કોથમીર, મીઠું અને તેલ મિકસ કરો.
બ્રેડની સ્લાઈસ પર મેયોનેઝનું સ્પ્રેડ એક સરખું પાથરો.
એના પર પૂરણ પાથરી ઉપર બીજી સ્લાઈસ મૂકી દો.
એક પેન મધ્યમ તાપે ગરમ કરી થોડુંક તેલ ઉમેરી ગરમ કરો.
તૈયાર કરેલી સેન્ડવિચને ખીરામાં બોળી પૌંઆમાં રગદોળી તેલમાં મૂકો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પ થાય ત્યાં સુધી થવા દો.
સેન્ડવિચને તૈયાર કરેલા સલાડ સાથે સર્વ કરો.

ચીઝ બ્રેડ રોલ

સામગ્રી
9-10 સ્લાઈસ બ્રેડ
1 મધ્યમ બટાકું
50 ગ્રામ ચીઝ
1/2 ટીસ્પૂન જીરું પાઉડર
1 ટેબલસ્પૂન કોથમીર
સ્વાદાનુસાર મીઠું
જરૂર મુજબ માખણ
બ્રશીંગ માટે તેલ

રીત :
બટાકું બાફી, છોલી, છૂંદો
ચીઝ છીણો. તમે ઇચ્છો તે પ્રોસેસ્ડ કે ચેડાર ચીઝ લઇ શકો.
બટાકામાં છીણેલું ચીઝ, મરી પાઉડર, જીરું પાઉડર, કોથમીર અને મીઠું નાખી મિકસ કરો.
બ્રેડની કોર કાપી લો. વેલણથી હળવે હાથે બ્રેડ વણી લો. વધારે પડતાં પાતળા ન વણો. નહીં તો ફાટી જશે.
બ્રેડની એક બાજુ 2 ટેબલસ્પૂન બટાકાનું પૂરણ મૂકો. બ્રેડની ધાર પર થોડું પાણી લગાડો. બ્રેડને વાળી કોર દબાવી દો. તૈયાર કરેલા બ્રેડ રોલ્સને બેકિંગ ટ્રેમાં ગોઠવો. રોલ્સ પર થોડું તેલ લગાડો.
પ્રીહીટેડ ઓવનમાં 200 સે. તાપમાને 10-12 મિનિટ અથવા ગોલ્ડન અને ક્રિસ્પ થાય ત્યાં સુધી થવા દો.
ઓવનમાંથી બહાર કાઢી ગરમાગરમ બ્રેડ રોલ્સ ટોમેટો કેચઅપ કે લીલી ચટણી સાથે સર્વ કરો.

કોર્ન-ચીલી ચીઝ મોમોઝ

સામગ્રી
1 કપ મેંદો
સ્વાદાનુસાર મીઠું
પૂરણ માટે
1 કપ મકાઈના દાણા
6 કળી ઝીણું સમારેલું લસણ
2’’નો ટુકડો ઝીણું સમારેલું આદુ
2 નંગ ઝીણાં સમારેલાં લીલાં મરચાં
1/2 ટીસ્પૂન મરી પાઉડર
1/2 ટીસ્પૂન રેડ ચીલી ફલેકસ
200 ગ્રામ ચીઝ
ચીઝી ડીપ માટે
1 ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ
2 ટેબલસ્પૂન સ્વીટ ચીલી સોસ
1 ટેબલસ્પૂન સોયા સોસ

રીત
એક બાઉલમાં મેંદો અને મીઠું મિકસ કરો. એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધો. ઢાંકીને 15-20 મિનિટ રહેવા દો.
એક પ્રીહીટેડ પેનમાં તેલ ગરમ કરી આદુમરચાં અને લસણ સાંતળો.
તેમાં મકાઈના દાણા, મરી પાઉડર, રેડ ચીલી ફલેકસ, મીઠું નાખી મિકસ કરો. ગેસ બંધ કરી ઠંડું થવા દો.
એક બાઉલમાં ચીઝ સ્પ્રેડ, સોયા સોસ, સ્વીટ ચીલી સોસ મિકસ કરી ચીઝ ડીપ તૈયાર કરો.
લોટને બરાબર મસળી નાના નાના લૂઆ પાડો. થોડા લોટમાં રગદોળી નાની પૂરી વણો.
તેની વચમાં 1 ટીસ્પૂન મકાઇનું પૂરણ અને એક ટેબલસ્પૂન છીણેલું ચીઝ મૂકો. ધારને ભેગી કરી કોર વાળી દો. ઉપર ભીનો કટકો ઢાંકી રાખો.
એક ઢોકળાના પેનમાં પાણી ઉકાળો. થાળીને ગ્રીસ કરી તેમાં મોમોઝ મૂકી સાતથી દસ મિનિટ થવા દો.
સર્વિંગ પ્લેટમાં કાઢી ચીઝ ડીપ સાથે સર્વ કરો.


Most Popular

To Top