શહેરના રાજમેલ રોડ ખાતે આવેલ મરીમાતાના ખાંચામાં મોબાઇલ તથા એસેસરીઝની દુકાનોમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની છાપો મારી9.33 લાખના મુદામાલ સાથે ચાર વેપારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
આઇફોન જેવા બ્રાન્ડેડ કંપની ના સિમ્બોલવાળા કવરો, એડેપ્ટર, ઇઅરપેડ સહિત ડમી મુદામાલ કબ્જે કરાયો
શહેરના રાજમેલ રોડ ખાતે આવેલી મરી માતાના ખાંચામાં અનેક મોબાઈલની દુકાનો આવેલી છે મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઇડીની રેડ પડતાની સાથે જ મોબાઈલ તથા મોબાઇલ એસેસરીઝના વેપારીઓમાં ફાફડાટ ફેલાયો હતો તેમ જ અનેકો દુકાનોના શટર ટપો ટપ નીચે પડી ગયા હતા.
ગાંધીનગરથી આવેલી સીઆઇડી ની ટીમ દ્વારા ચારથી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બ્રાન્ડેડ એસેસરીઝ ના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વ્યાપારીઓની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ કોપીરાઇટના ભંગ નગુના હેઠળ પણ તપાસ હાથ ધરાઇ હતી આ કામગીરી દરમિયાન આઇફોન કંપનીના સિમ્બોલવાળા કવરો, એડેપ્ટર, તથા ઇઅરપેડ, ઇઅરબડ્સના ડુપ્લીકેટ ચીજવસ્તુઓ સહિત ₹9.33 લાખના મુદામાલ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે સાથે જ ચાર જેટલા વેપારીઓ ની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે
પકડાયેલા વેપારીઓ
- મહેશભાઇ પુરોહિત
- આજિંક્ય ગાડગે
- લક્ષ્મણ પુરોહિત
- નરેન્દ્રભાઇ પુરોહિત
આ તમામ સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.