Business

મનસુર ખાન ફરી દિગ્દર્શન કરશે, પિતા આમીર નહીં પુત્ર જુનૈદ માટે

મીર ખાનનો દિકરો જૂનૈદ ખાન યશરાજ ફિલ્મની મહારાજામાં વ્યસ્ત છે. આ ફિલ્મ બહુ જાણીતા મહારાજ લાયબલ કેસ આધારીત છે. જૂનૈદ ખાન મહારાજા ઉપરાંત પિતા આમીરની ફિલ્મ પ્રિતમ પ્યારેમાં પણ છે અને હવે જાણવા મળ્યું છે કે તેની ત્રીજી ફિલ્મની કથા પટકથા મનસૂર ખાન લખશે. એટલું જ નહીં ફિલ્મનુ દિગ્દર્શન પણ કરશે. આ એજ મનસૂર ખાન છે જેના દિગ્દર્શનમા બનેલી પહેલી ફિલ્મ કયામત સે કયામત તક આમીર સ્ટાર બન્યા હતા. મનસૂરખાને પછી જો જીતા વોહી સિકંદર, અકેલે હમ અકેલે તુમ, જોશ, જેવી સફળ અને જૂદો વિષય ધરાવતી ફિલ્મ બનાવી હતી. મનસૂર ખાન જૂનૈદ માટે ફિલ્મ બનાવી હતી. મનસૂર ખાન જૂનૈદ માટે ફિલ્મ લખે તે ખરેખર બહુ મોટી વાત કહેવાય બાકી તો તેઓ મુંબઇ છોડીને વર્ષોથી કુર્ગ ચાલી ગયા હતા. પૂરા 15 વર્ષ પછી તેઓ મુંબઇ અને ફિલ્મજગતમા પાછા ફર્યા છે. અલબત્ત જાને તુ યા જાનેનાના સહનિર્માતા તેઓ હતા.મનસૂરને કુન્નુર જઇ ઓર્ગેનિક ફાર્મ વિકસાવ્યું છે અને 15 વર્ષથી ત્યાં ખેતી કરે છે. આમીરને મનસૂરનો નિર્ણય નહોતો ગમ્યો અને કહેલું કે મનસૂર ફિલ્મજગતની મોટી ખોટ છે. આમીરે એમ પણ ઉમેરેલું કે છેલ્લા 10-12 વર્ષથી હું સતત પ્રયત્ન કરતો હતો કે તે ફરી મુંબઇ આવે અને ફિલ્મ બનાવે. મનસૂર આમીર ખાનનો કાકાભાઇ છે એટલે કે બહારોં કે સપને, કારવાં, તીસરી મંઝિલ, યાદોં કી બારાત જેવી ફિલ્મો બનાવનાર નાસીર હુસેનનો દિકરો છે. મનસૂરખાન સિનેમાનું ભણ્યો તે તો પોતાની રીતે બાકી માસા ચ્યુસેટ્સ ઇન્સ્ટિ. ઓફ ટેકનોલોજી અને મુંબઇની ઇન્ડિયન ઇન્સ. ઓફ ટેકનોલોજીનો ગ્રેજ્યુએટ છે. પોતે ટેકનોક્રેટ હોવા છતા ફિલ્મોમાં આવ્યો અને ફિલ્મો બનાવી પણ ફિલ્મ છોડી ખેડૂત બની ગયો. જોકે પહેલી ફિલ્મ ખૂબ સફળ ગઇ ત્યારે પણ ઉતાવળ કર્યા. વિના ચાર વર્ષ પછી જો જીતા વોહી સિકંકર બનાવી હતી. દરેક નવી ફિલ્મ તેણે 3-4 વર્ષનો સમય લઇ બનાવી છે અને લગભગ દરેક ફિલ્મમા આમીર હતો. જોકે જોશમા શાહરૂખ છે.
કુન્નૂર ગયા પછી મર્યાદિત રીતે ફિલ્મો સાથે સંકળાયેલો રહ્યો છે. પણ કૂન્નૂરમાં તેણે વિન્ડ ફાર્મ પણ બનાવ્યું હતું તે જેથી વીજળીની સમસ્યા ન રહે. નીલગીરી પર્વત પરનુ તેનુ ફાર્મ સમુદ્રતટથી 6000 ફૂટ ઉપર છે ખને ઉટીથી 20 કિ.મી. દૂર છે. તેના દર એકરના ફાર્મમાં તે શાકભાજી, ફળો ઉપરાંત ચીઝ પણ બનાવતો હતો. મનસૂરખાન કહે છે કે મારે ક્યારેય ફિલ્મમેકર બનવું જ નહોતું. અમેરિકામા જ્યારે 1979માં ભણતો હતો ત્યારે જ નક્કી કરેલું કે મારે મુંબઇમા રહેવુ નથી પણ પછી ફિલ્મ બનાવી અને અહીં ગયો. મનસૂરના સંતાનો હવે મોટા થઇ ગયા છે. તેની દિકરી ઝાયન અભિનય કરે છે અને પાબ્લો નામનો દિકરો સંગીતકાર છે. તે ગિટાર અને ડ્રમ્સ વાગડે છે, ને ગીતોની ધૂન બનાવે છે. અત્યારે તે આમીર પ્રોડક્શન હાઉસમાં કામ કરે છે. મનસૂર ખાન અત્યારે જૂનૈદ ખાન માટે પટકગા તો લખે જ છે એ ફિલ્મનું દિગ્દર્શન પણ તે જ કરશે. મનસૂરની ઉમર અત્યારે 65 વર્ષ છે અને ફરી કશું ક નવું કરવા તૈયાર છે. •

Most Popular

To Top