અમેરિકામાં તા. 8મી નવેમ્બરે મધ્ય સત્ર ચૂંટણી થઇ. આ ચૂંટણી કોંગ્રેસ તરીકે ઓળખાતી અમેરિકાની સંસદ માટે હતી. જો બાઇડેન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યાર પછીની પહેલી ચૂંટણી હતી. પ્રમુખપદની ચૂંટણીમાં બાઇડેનના હાથે પરાજીત થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે પરિણામ સ્વીકારવાની ના પાડી હતી. આ મધ્યસત્રી ચૂંટણીમાં સેનેટની 1/3 બેઠકો સાથે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ એટલે કે પ્રતિનિધિ ગૃહની તમામ બેઠકો માટે મતદાન થયું હતું.
રાષ્ટ્ર પ્રમુખ તરીકે બાઇડન અળખામણા બનતા હોવા છતાં અને ફુગાવો વધ્યો હોવા છતાં તેમજ ગુનાખોરી વધી હોવા છતાં રિપબ્લિકનો અમેરિકી કોંગ્રેસનાં બંને ગૃહો પર કબ્જો જમાવવામાં નિષ્ફળ ગયા છે. ખરેખર તો રિપબ્લિકન પક્ષ માટે બંને ગૃહોમાં જીત મેળવી બાઇડન માટે આગામી બે વર્ષ લોખંડના ચણા ચવડાવવા માટે સોનેરી તક હતી. પણ 2022ની મધ્યસત્રી ચૂંટણીએ બતાવ્યું છે કે રિપબ્લિકનો ગર્ભપાતના હક્કના મુદ્દે તેમજ ટ્રમ્પના પ્રતિષ્ઠાપણાને મતમાં ફેરવવામાં નિષ્ફળ ગયા છે. હવે બાઇડેન અને તેના પક્ષનો માર્ગ મોકળો થઇ ગયો છે અને બાઇડન બીજી વાર પ્રમુખ બનવા માટે પણ ચૂંટણી જંગમાં ઝૂકાવી શકશે. પક્ષમાં બાઇડેનનો કોલર ઊંચો રહ્યો છે.
2024માં ફરી ચૂંટણી લડવાની ટ્રમ્પની તકો સદંતર ઘટતી જાય છે. ‘હું અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડવાનો છું’ એવી જાહેરાત કરવાની જેની ધારણા રખાય છે તે ટ્રમ્પના ટેકાવાળા ઘણા ઉમેદવારોનાં પરિણામ મિશ્ર આવ્યાં છે. રિપબ્લિકનોને બાઇડેન તથા તેના પક્ષ ડેમોક્રેટો પર છવાઇ જવું હતું પણ તેવું થયું નહીં. હકીકતમાં ડેમોક્રેટોએ અમેરિકી સેનેટ પર નિયંત્રણ જાળવી રાખ્યું છે જેના પગલે બાઇડેન બાકીના બે વર્ષ નિર્વિઘ્ને પૂરાં કરી શકશે. બાઇડને હવે સમવાય અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક કરી શકશે તેમજ યોગ્ય લાગે તે રીતે વહીવટ કરી શકશે. અલબત્ત રિપબ્લિકનો બાઇડેનને નાકે ફીણ લાવી શકે છે કારણ કે પ્રતિનિધિ ગૃહમાં તેમનું નિયંત્રણ છે છતાં ઘણા રિપબ્લિકનોને એ વાતથી આંચકો લાગ્યો છે કે કોંગ્રેસમાં તેમની સાદી બહુમતી છે અને સેનેટમાં ‘જૈસે થે’ની સ્થિતિ છે.
ઘણા રિપબ્લિકનો ટ્રમ્પને છેલ્લાં બે વર્ષથી ટેકો આપતા હતા અને આશા રાખતા હતા કે મધ્યસત્રી ચૂંટણીમાં બંને ગૃહોમાં બહુમતી અપાવવામાં તેઓ મદદ કરશે પણ એવું થયું નહીં. તેથી રિપબ્લિકનો હવે ટ્રમ્પને ટેકો આપવા બાબતમાં હવે ફેર વિચારણા કરી રહ્યા છે. 2020ની ચૂંટણીમાં પોતાની સાથે દગો ફટકો થયો હતો એવા ટ્રમ્પના દાવાને મંજૂર રાખવામાં આપણે કયું ડહાપણ વાપર્યું એવો પ્રશ્ન કેટલાક રિપબ્લિકન નેતાઓને થાય છે. અમેરિકી કોંગ્રેસ બેસે છે તે સ્થળ કેપિટોલ પર 2021ની જાન્યુઆરીએ હુમલો થયો ત્યારે ટ્રમ્પ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો પણ પછી તે ઠંડો પડી ગયો. રિપબ્લિકનોને લાગ્યું કે ટ્રમ્પને ટેકો આપીશું તો મત મળશે. પક્ષમાં હવે એવી માંગણી થાય છે કે ટ્રમ્પને પડતો મૂકો.
2024માં બાઇડેનને વ્હાઇટ હાઉસમાંથી હક્કપૂર્વક કાઢી શકે તેવો નેતા તેમને ફલોરિડાના ગવર્નર રોન ડેઝસ્ટિસમાં
દેખાય છે. આંતરરાષ્ટ્રીય અસરની દૃષ્ટિએ અંતિમવાદને સમાપ્ત કરી શકે તેવી રાબેતાની અને સ્થિર અમેરિકી વ્યવસ્થા પર પુનરાગમન થશે. ડોનાલ્ડ ટ્રમ્પ અકળ વર્તન, બિનલોકશાહી વર્તન પણ કરતા હતા. તે પણ હવે અમેરિકાને ન ખપે. અમેરિકાની ચીન પ્રત્યેની નીતિમાં સાતત્ય રહેશે. બાઇડેન વહીવટી તંત્રે ચીનને તેના મુખ્ય પડકારરૂપ અને રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણમાં સ્પર્ધક ગણ્યું છે. પ્રતિનિધિ ગૃહમાં રિપબ્લિકનોનું વર્ચસ્વ હોવા છતાં તેમણે મત્તું મારવાનું રહેશે.
યુક્રેનમાં રશિયા સાથે મળીને સત્તાની સમતુલા કઇ રીતે સાધે છે તેને આધારે વ્હાઇટ હાઉસ નિર્ણય લેશે. પણ બાઇડેન માટે એક વર્ષથી તે યુક્રેનને જે સહાય આપવાની વાત કરે છે તેને માટે કોંગ્રેસની મંજૂરી મેળવવાનું કામ અઘરું થઇ પડશે. અલબત્ત, રિપબ્લિકનોની જંગી બહુમતી નથી. ખરો પડકાર તો રશિયા-યુક્રેન મંત્રણાનો માર્ગ મોકળો થશે ત્યારે આવશે. અમેરિકાનું સ્પર્ધાત્મક રાજકારણ પણ આંતરિક જંગ ખેલી નાખશે. ભારત માટે તો અમેરિકામાં જે રીતે રાજકારણ આકાર લઇ રહ્યું છે તે સારું છે. ભારત સાથે વ્યૂહાત્મક અને ટેકનોલોજીની ભાગીદારી વધારવાની સર્વોચ્ચ સ્તરે સર્વાનુમતિ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.