Vadodara

મકરપુરા GIDCમાં વીજ થાંભલો ઉભો કરવાની કામગીરી વખતે બે શ્રમિકોને કરંટ લાગ્યો..



કરંટ લાગવાની સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ

વડોદરામાં પંચમહાલથી આવી મજૂરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા બે શ્રમિકોને અચાનક વીજપોલ ઉભો કરતાં કરંટ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના મકરપુરા જીઆઈડીસીમાં ગત્ સાંજના સમયે બની હતી. બાદમાં બંને શ્રમિકોને સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેની સ્થિતિ ખૂબ સારી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.


રોજ બરોજ બનતી ઘટનાઓમાં સામાન્ય વ્યક્તિના જીવ સામે ખતરો ઉભો થાય તે પ્રકારે કોન્ટ્રાક્ટર કોઈ પણ સેફ્ટી વગર કામ કરાવવામાં આવી રહ્યુ છે તેનુ આ જીવતું જાગતું ઉદાહરણ છે. શ્રમિકોના જીવન સાથે કોન્ટ્રાક્ટરો રમત રમતા હોય તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. શહેરના મકરપુરા GIDCમાં કોન્ટ્રાકટર દ્વારા વીજ થાંભલો ઉભો કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન ક્રેન વડે લોખંડનો થાંભલો ઉભો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનક નજીકથી પસાર થતા વીજ તાર સાથે લોખંડનો થાંભલો અડી ગયો હતો. આ સમયે કોન્ટ્રાક્ટના બે શ્રમિકો થાંભલો નીચેથી સપોર્ટ આપવા પકડયો અને પલક ઝપકતા વીજ કરંટ લાગતા બન્ને જમીન ઉપર ઢળી પડ્યા હતા. વીજ કરંટ લાગતા બંને કર્મચારીઓને સયાજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમા મુળ પંચમહાલના બંને શ્રમિકો હિંમત પગી અને સુરેશ ડામોરને કરંટ લાગ્યો હતો. આ બંનેની તબિયત સ્થિર છે અને બંનેને સયાજી હોસ્પટલમાંથી રજા આપવામાં આવી છે.
ઘટના સ્થળે લાગેલા સીસીટીવીમાં કરંટ લાગતા બંને શ્રમિકના પગના નીચે ભડકો થતો જૉવા મળે છે, બાદમા બંને શ્રમિકો નીચે પટકાઈ છે અને એક શ્રમિક તેઓને બચાવવાનો પ્રયાસ કરી રહયો છે. સદનસીબે આ બંને વ્યક્તિઓને સમયસર સારવાર મળી જતા તેમનો જીવ બચી ગયા હતા.

Most Popular

To Top