વડોદરા: ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્વાતંત્ર્ય સેનાની વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોળકરની ૩૦૦ મી જન્મ શતાબ્દીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
ભારતની સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષક વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોળકરની ૩૦૦ મી જન્મ શતાબ્દીનાં ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટી નાં દીપ ઓડીટોરીયમ ખાતે “મહારાણી અહલ્યાબાઈ હોળકર” ના જીવન પર લખાયેલા પુસ્તકનું મહિમા વર્ણન તથા તેઓના શાશનકાળ દરમિયાન કરેલ સુસાશનની માહિતી દર્શાવતી પ્રદર્શનીનું આયોજન કરવા આવ્યું હતું.
મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિમાં મહારાણી અહલ્યા હોળકરના જીવન કાળ દરમિયાન અને મહત્વપૂર્ણ પ્રસંગોનાં માહિતી દર્શાવતા પુસ્તકની કૌશિકભાઈ ભટ્ટે માહિતી આપી હતી. સનાતન સાંસ્કૃતિનાં ઉપાસક મહારાણી અહલ્યાબાઈ હોળકરે ફરજીયાત કન્યા કેળવણી જેવા મહત્વ પૂર્ણ સુધારા સાથે બનારસ ખાતે વર્તમાન ભગવાન કાશી વિશ્વનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી જ્યોતિલિંગની પુન: સ્થાપના કરેલ હતી. તથા ગુજરાતના ભગવાન સોમનાથ મંદિરની પુન: સ્થાપના કરવામાં મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ભાજપના શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની, મહામંત્રી સત્યેનભાઇ કુલાબકર, પૂર્વ. સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ. મેયર ડૉ. જીગીશાબેન શેઠ, મહિલા મોરચા પ્રમુખ કલ્પનાબેન પટેલ, કાર્યક્રમના સહ સંયોજક નંદાબેન જોશી, કોમલબેન કુકરેજા, મનીષભાઈ વાઘ સહીત મ્યુ. મહિલા કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતા.