હવે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં મિસ ફેમિના ઇન્ડિયાનો તાજ જીતવા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
પ્રતિનિધિ
મિસ ટીન ઇન્ડિયા ૨૦૧૯ અને મિસ ટીન ઇન્ટરનેશનલ ૨૦૧૯ નો ખિતાબ જીતનારી શહેરની દીકરી આયુષી ધોળકિયાએ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઇટલ જીત્યું છે. આવનારા સમયમાં તે ફેમિના મિસ ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
જે વિશે માહિતી આપતા આયુષી ધોળકિયાએ જણાવ્યું હતું કે, ફેમિના દ્વારા જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ઓડિશન લેવામાં આવ્યા હતા. જેમાં દેશના નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને નોર્થ ઇસ્ટ એમ પાંચ ઝોનમાંથી ૨૦૦૦ થી વધારે યુવતીઓએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી ફાઈનલ રાઉન્ડમાં રેમ્પ વોક, ઇન્ટ્રોડક્શન અને પ્રશ્નોત્તરી જેવા રાઉન્ડમાં પોતાની પ્રતિભા બતાવીને ૧૫૦ પ્રતિભાગીઓ સિલેક્ટ થઈ હતી. જેઓએ મુંબઇમાં ઓડિશન આપીને સ્ટેટ ટાઇટલ જીત્યું હતું. જેમાં ગુજરાત રાજ્યનું ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઈટલ મને પ્રાપ્ત થયું છે. આવનારા સમયમાં ફેમિના દ્વારા મિસ ઇન્ડિયા ટાઇટલ માટે સ્પર્ધાનું આયોજન કરાશે. જેમાં મને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થશે. નોંધનીય છે કે, આયુષી ધોળકિયા જ્યારે ૧૦ વર્ષની હતી ત્યારે તેણે મિસ ઇન્ડિયા બનવાનું સ્વપ્ન જોયું હતું. હવે તેણીએ જોયેલા સ્વપ્નને સાકાર કરવાનો સમય આવ્યો છે. બેચલર ઇન મીડિયા એન્ડ કૉમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કરનાર આયુષીએ કનુભાઇ ધ ગ્રેટ અને હેલ્લો જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય પણ કર્યો છે.
ભારતની ૨૦૦૦ યુવતીઓને પછાડીને આયુષી ધોળકિયાએ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઇટલ જીત્યુ
By
Posted on