વડોદરા: શહેરના અલકાપુરી ગરનાળા બે મહિના થી વધુ સમય લાગેલી આગ લાગવાથી ગરનાળા ઉપર અને અંદર કાળું કાળું થઈ ગયું છે. અલકાપુરી ગરનાળા નો જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે રવિ કોમ્યુનિકેશન ને શહેરના પહેલા વરસાદમાં ગ્રેન્ટ્રી ગેટ ધરાસાઈ થતાં તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા હવે અલકાપુરી ગરનાળા ની કામગીરી જલ્દી માં જલ્દી શરુ કરવામાં આવશે તેમ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાત કરી રહ્યું છે અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ પણ મુકવામાં આવ્યા છે પરંતુ વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી નહીં પરંતુ સ્માર્ટ અધિકારીઓ દ્વારા સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે.વડોદરા શહેરના પોશ વિસ્તારમાંથી પસાર થતું અલ્કાપુરી ગરનાળુ જે બે મહિના અગાઉ આગ લાગવાથી આખું ગરનાળું કાળા કોલસા જેવું થઈ ગયું છે.
શહેરના બહારગામથી કોઈ પ્રવેશ કરે તો તેને પાલિકાની દરિદ્રતા જોવા મળે. શહેરના પોશ વિસ્તાર જવા અને આવવા માટે જ્યારે નાગરિકો આ ગરનાળા માંથી પસાર થાય છે. ત્યારે કોલસાની ખાણ માથી પસાર થઈ બહાર નીકળ્યા બાદ હાશકારો અનુભવે છે. અલકાપુરી ગરનાળા ની વરસાદી ચેમ્બર બેસી જાય છે ગટરના ઢાંકણા ખુલ્લા છે પાલિકા દ્વારા તેની કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી. જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડે ત્યારે અલ્કાપુરી ગરનાળુ બંધ કરવાની ફરજ પડે છે જેના કારણે વાહનચાલકોને ખૂબ હેરાન ગતિ થાય છે.
અલકાપુરી ગરનાળા કોન્ટ્રાક્ટ રવિ કોમ્યુનિકેશન ને આપવામાં આવ્યો છે જેને ગ્રેન્ટ્રી ગેટ ધરાશાયી મુદ્દે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે તેને 2016 થી દસ વર્ષ સુધી અલકાપુરીને ગરનાળા નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.પાલિકા તેને ડિપોઝિટ જપ્ત કરશે અને પાલિકા પોતે અથવા અન્ય કોન્ટ્રાક્ટરને કામ આપીને અલકાપુરી ગરનાળા નું કામ પુર્ણ કરી નાખશે.- ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ ના અધ્યક્ષ
અલકાપુરી ગરનાળા નો રવિ કોમ્યુનિકેશન ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટરને 10 વરસ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પાલિકા કોન્ટ્રાક્ટ હોય પ્લોટ હોય તે લાહણી કરવા બેઠી હોય કેમ લાગે છે. પાલિકા દ્વારા રવિ કોમ્યુનિકેશન અને થોડા દિવસ અગાઉ જ બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે તો બે મહિના સુધી પાલિકા શું કરતી હતી શું માત્ર કોન્ટ્રાક્ટરને છાવરવાનું કામ જ પાલિકાનું છે. કોન્ટ્રાક્ટર પાસે અધિકારીઓ અને નેતાઓ દ્વારા ભાગ બટાઈ કરવામાં આવે છે. જેનો ભોગ શહેરના નાગરિકો બને છે વેરો ભરવા છતાં પણ નાગરિકોને પ્રાથમિક સુવિધા મળતી નથી.
પાલિકા પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને 10 વર્ષનો કોન્ટ્રાકટ આપી દે છે પાલિકાએ 5 વર્ષનો કોન્ટ્રાકટ આપીને પાંચ વર્ષ બાદ ફરી કોન્ટ્રાકટ રીન્યુ કરવો જોઈએ. પાલિકા દ્વારા રવિ કોમ્યુનિકેશન ને થોડા દિવસ અગાઉ જ બ્લેક લિસ્ટ કરવામાં આવી છે જ્યારે આગ લાગે ને બે થી ત્રણ મહિનાનો સમય લાગી ગયો છે ત્યાં સુધી પાલિકાને કોન્ટ્રાક્ટર શું કરતા હતા.? પાલિકા શું અલકાપુરી ગરનાળા નિ અંદર આવેલી ગટર ઢાકળા ખૂલા છે તેમાં શું કોઈ નાગરિકનો જીવ ગયા બાદ કામગીરી કરશે? મહાનગરપાલિકા નાગરિકોને સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે.- ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પૂર્વ વિપક્ષી નેતા