Chhotaudepur

બોડેલીના સિનિયર વકીલની કાર પર મોડી રાત્રે પથ્થર મારીને કાચ તોડયા : હુમલાખોર સિસિટીવિમાં કેદ..

બોડેલીના સિનિયર વકીલની ગાડી પર મોડી રાત્રે પથ્થર મારીને કાચ તોડયા : હુમલાખોર સિસિટીવિમાં કેદ : વકીલે અજાણ્યા હુમલાખોર સામે ફરિયાદ દાખલ કરાવી

  બોડેલીના સિનિયર વકીલની ગાડી ઉપર ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક હુમલાખોરે પથ્થર મારીને ગાડીના પાછળના અને પાછળના દરવાજાનો એક લચ તોડી નાખ્યો હતો. આ હુમલાખોર કચ્છ તોડીને ભાગતો સીસીટીવી માં કેદ થઈ ગયો છે.આ અંગે સિનિયર વકીલે બોડેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.

 બોડેલીના સિનિયર વકીલ હેમંત જયસ્વાલ ગઈકાલે કામ અર્થે બહાર ગયા હતા, તેઓની ગાડી નંબર GJ 34 H 0847 દરરોજની જેમ સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરી હતી. ત્યારે ગત રાત્રીના લગભગ 2 વાગ્યાના અરસામાં કોઈ હુમલાખોર આવીને ગાડીનો પાછળનો કાચ તેમજ ડ્રાઈવર સાઈડની પાછળના દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો અને ફરાર થઈ ગયો હતો.
હુમલાખોર ગાડીના કાચ તોડીને ફરાર થતો નજીકના સીસીટીવીમાં કેદ રહી ગયો છે. આ અંગે બોડેલીના સિનિયર વકીલ હેમંત જયસ્વાલ પરત આવીને વકીલ મંડળ ના સભ્યો સાથે પોલીસ ફરિયાદ કરવા માટે આવીને અજાણ્યા હુમલાખોર સામે પોતાની પત્નીની અરજી દ્વારા ફરિયાદ દાખલ કરાવી હતી બોડેલીના સિનિયર વકીલની ગાડી પર મોડી રાત્રે પથ્થર મારીને કાચ તોડયા : હુમલાખોર સિસિટીવિમાં કેદ : વકીલે અજાણ્યા હુમલાખોર સામે ફરિયાદ દાખલ કરાવી હતી

Most Popular

To Top