ભોગ બનનાર પીડિતાને 3 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ.
ડભોઇ: બે વર્ષ પૂર્વે ડભોઇ પંથકના ગામ માં રહેતી માત્ર 14 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને અદાલતે કસૂરવાર ઠેરવીને ૨૦ વર્ષની સજા ફટકારી હતી .
નારી સુરક્ષા અને મહિલાઓની સલામતી માટે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો ડભોઇ ડિસ્ટ્રિક્ટ એન્ડ સિવિલ જજ એચ સી વાઘેલાએ આપ્યો હતો. સન 2023માં ડભોઇ પોલીસ સ્ટેશનની હદમાં શરમજનક બનાવ બન્યો હતો નવાબ સિકંદર મુલતાની નામના નરાધમે માત્ર 14 વર્ષની બાળકીને લાલચ આપીને ફસાવી હતી. યેનકેન પ્રકારે બાળકીને મજબૂર કરીને બનાવના દિવસે નરાધમે પોત પ્રકાશ્યું હતું. માત્ર 14 વર્ષની સગીરાને પીખી નાખવા માટે તેનું મોઢું દબાવી દીધું હતું અને નિર્દયતાપૂર્વક જઘન્ય બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાથી દર્દ સહન ના થતા વાસના ભૂખ્યા વરુએ કોઈને પણ કંઈ કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. ડભોઇ પોલીસ પોથકમાં પોકસો હેઠળ ગુનો નોંધાયો હતો. જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. ન્યાયાધીશે ચુકાદામાં આરોપીને 20 વર્ષની સજા ઉપરાંત 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત કાનૂની સેવા સત્તા મંડળને તાકીદ કરી હતી કે ભોગ બનાર માસુમ પીડીતાને 3 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવામાં આવે. સરકાર તરફે ધારાશાસ્ત્રી એચ બી ચૌહાણએ દલીલો કરી હતી અદાલતે તમામ પુરાવાઓ સાક્ષીઓના નિવેદન અને સરકારી વકીલની દલીલો ને ગ્રાહ્ય રાખીને આરોપીને ગુનેગાર ઠેરવીને કડકમાં કડક સજા ફટકારી હતી.