પ્રતિનિધિ વડોદરા તા.15
વડોદરા શહેરમાં અછોડા તોડ ગઠિયાઓને જાણે પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો નથી. તેમ બાઈક પર આવી બિન્દાસ્ત રીતે મહિલાઓ, આધેડ અને સીનીયર સીટીઝનને સોફ્ટ ટાર્ગેટ કરી પળવારમાં ફરાર થઈ જતા હોય છે. ત્યારે ન્યુ સમા રોડ પર પતિ સાથે રાત્રિના ચાલવા નીકળેલા આદર મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે ગઠીયા સોનાની ચેન તોડી રફુચક્કર થઈ ગયા હતા. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગઠિયાઓની શોધ ખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલી નંદેશ્વર હાઉસિંગ કોલોની માં રહેતા માલીની સુહાશ ડોંગરે (ઉ.વ.55) ગત 2 મે ના રોજના રોજીંદા સમય મુજબ રાત્રે સવા આઠ વાગે મહિલા પોતાના પતિ સુહાસ ભાઈ રાજારામ ડોંગરે સાથે ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા. દંપતી ચાલતા ચાલતા અભિલાષા ચાર રસ્તા તરફ આવતા હતા. તે દરમ્યાન ભગવતનગર સોસાયટી પાસે એક બાઇક ઉપર બે ગઠીયા ધસી આવ્યા હતા અને દંપતી પૈકી મહિલાએ ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ભાગ્યા હતા. જેથી દંપતીએ બુમાબુમ કરી તેમનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ડીફેન્સ કોલોની તરફ પૂરઝડપે ભાગી ગયા હતા. મહિલાની ફરિયાદના આધારે સમા પોલીસે ગુનો દાખલ કરી બાઈક સવાર શોધખોળ હાથ ધરી છે.