વુડાની ઓફિસમાં ઓળખાણ છે તેમ કહી જુનિયર સુપરવાઇઝરને વિશ્વાસમાં લીધા
મકાન કે રૂપિયા નહી આપતા ઠગ મહિલા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ
પ્રતિનિધિ વડોદરા તા.10
બિલ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસના મકાનમાં ઘર અપાવવાનું કહીને દહેજ ખાતે ખાનગી કંપનીમા નોકરી કરતા જુનિયર સુપરવાઇઝર પાસેથી રૂ. 8.30 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ મકાન અપાવ્યું હતું જેથી મહિલા પાસેથી રૂપિયા પરત માગતા આપતી ન હોય તેના વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોધાવી છે.
વડોદરા શહેરના બિલ પાસે આવેલી અર્બન રેસિડેન્સી 02માં રહેતા દિલિપીભાઇ બાબુભાઇ પરમાર (ઉ.વ,33) દહેજ ખાતે આવેલી કંપનીમાં ખાનગી કંપનીમાં જુનિયર સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ત્રણ મહિનાથી આવાસના મકાનમાં રહે છે. આવાસના મકાનો ડ્રોમા લાગ્યા હોય પરંતુ રૂપિયા ભરવાના બાકી હોય તેવા રિજેક્ટ થયેલા મકાનોની ફાળવણી કરવાની બાકી હતી અને તેમના માતા જશોદાબેન બાબુ પરમારના નામે મકાન લેવાનું હોય તેમના દૂરના સગા ફોઇ સાસુની દીકરી મિતલ કાર્તિકસ્વામી સાધુ (રહે.ગોત્રી )એ આવાસના મકાનો બતાવ્યાં હતા અને તેની પાસે વુડાની ઓફિસમાં ઓળખાણ છે જેથી તમારા મકાન લેવું હોય પુરાવા આપવા પડશે તેમ કહીને મકાન દીઠ રૂ.1.50 લાખ દસ્તાવેજી ખર્ચ માટે આપવા પડશે. ત્યારબાદ મકાન અપાવવાનો પાકો વિશ્વાસ અપાવ્યો હતો અને તેમની તથા તેમના સાક્ષીઓ પાસેથી 15થી 28 મે સુધીમાં રૂ. 8.30 લાખ પડાવી લીધા હતા પરંતુ કોઇ પ્રધાનમંત્રી આવાસમાં મકાન અપાવ્યું ન હતું. જેથી રૂપિયા પરત માંગવા છતાં એક રૂપિયો પરત આપ્યો નથી. સુપરવાઇઝરે ઠગ મહિલા વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.