Business

બાકરોલ ગામે રસ્તાના બાબતે થયેલી મારામારીમાં 13 સામે ફરિયાદ

કાલોલ, તા.2
બાકરોલ ગામે સર્વે નંબર ૧૬૭૭ની જમીન જે ફરિયાદી ધર્માભાઈ રવજીભાઈ ગોહિલના કાકા બળવંતસિંહ પુજાભાઇના દિકરા ગોહીલ લાલસિંહ બળવંતિસહના નામની સાથે ફરીયાદીની સંયુક્ત મિલકત આવેલ છે,જે મીલકતમાં રહેણાક મકાન બનાવી રહે છે અને આ મકાનની બાજુમાં ખુલ્લી જગ્યા હોય જે તેઓની માલીકીની હોય તેમાંથી પાછળ ના ઘરો વાળા ત્યાંથી અવરજવ૨ કરતા આવેલ જેથી રસ્તાના વિવાદ બાબતે મામલતદાર કચેરી ખાતે અરજી આપેલ જેથી ગઈ તા.૩૦/૧૨/૨૦૨૩ના સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે સ્થળ વિઝીટ કરવા માટે મામલતદાર કાલોલ તથા સ્ટાફના માણસો આવેલ જેથી સદ૨ રસ્તાના વિવાદ બાબતે અમારા માલીકીના જમીનના સરહદ ક્યાં સુધીની છે. તેવું પુછતા ફરિયાદી તથા તેઓના પિતા રયજીભાઇ પુજાભાઇ નાઓએ બતાવેલ હતી અને ત્યાંથી મામલતદાર દ્વારા સ્થળ વિઝીટ કરી નિકળી ગયેલ ત્યારે ફરીયાદીના ઘરની પાછળ રહેતો ગોહીલ સરવતસિહ નાનસિંહ તથા ધિરજસિંહ કિરવતસિહ ગોહીલ નાઓ ઉશ્કેરાઈ ગયેલ અને ફરીયાદીના પિતાને ગડદાપાટુનો માર મારવા લાગેલ જેથી તેઓ બન્ને પોતાના ઘર પાસે આવતા રહેલ હતા. અને આ ઝગડા બાબતે કાલોલ પોલિસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા ફરીયાદી તથા તેઓના પિતા આવેલ અને ફરીયાદ કરી પરત અમારા ઘરે ગયેલ અને અમારા ઘરે હું તથા ફરિયાદીના પિતા તથા માતા તથા ભાઇ મહેશભાઇ તથા બળવંતસિંહ ફુલાભાઇ નાઓની સાથે સાંજના આઠેક વાગ્યાના સુમારે હાજર હતા ત્યારે તેઓ પોતાના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં આવવા જવા માટે ૨સ્તો આવેલ ત્યાં હતા.ત્યારે અમારા ઘરોની પાછળ રહેતા માણસો ટોળા સ્વરૂપે આવેલ અને છુટા પથ્થરના ધા અમારી ઉપર તથા ફરીયાદીના ઘર ઉપર મારતા હતા અને ટોળા માથી વિપુલભાઇ બહાદુરભાઇ ગોહીલના હાથમાં લોખંડનો સળીયો તથા કિશનસિંહ કિરવતસિંહ ગોહીલના હાથમાં ધારીયુ તથા વિક્રમસિંહ સરવતસિંહ ગોહીલના હાથમાં લાકડી હતી અને તેઓ ફરીયાદીની માતા ઈંદીરાબેનને આડેધડ માર મારવા લાગેલ જેથી તેઓને કપાળના ભાગે તથા કાનના નીચેના ભાગે કિશનસિંહનુ ધારીયું વાગેલ અને ફરિયાદીની માતા અને ભાઇ મહેશભાઇ છોડાવવા જતા તેઓને ધિરજસિંહ કિવતસિંહ ગોહીલે ધારીયા વડે માથાના ભાગે મારેલ તથા સરવતિસહ નાનસિંહ ગોહીલે લોખંડના સળીયા વડે તથા કિરવતસિંહ નાનસિંહ ગોહીલે લાકડાના ડંડા વડે આડે ધડ માર મારેલ જેથી મહેશભાઇ ને માથા માંથી લોહી નિકળતા જમીન ઉપર પડી જતાં ફરિયાદીના ભાઇ તથા માતાને બચાવવા જતા ફરિયાદીને રાજેંદ્રસિંહ સરવસિંહ ગોહીલે લાકડીનો ધા ફરિયાદીના માથામાં આગળના ભાગે મારેલ અને હીતેશભાઇ રાયસિંગભાઇ ગોહીલે લાકડી વડે તથા પ્રતાપસિંહ જશવંતસિંહ ગોહીલે લાકડી વડે માથાની પાછળ બાજુમાં આડેધડ મારવા લાગેલ જેથી ફરીયાદીને માથામાંથી લોહી નિકળવા લાગેલ અને તેઓ બધા લોહીલુહાણ થયેલ હતા. આ સમગ્ર મારામારીના મામલે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top