શિનોરના માંજરોલ ગામે બાઈકની ટાંકી નીચે બ્લેક કોબ્રા સાપ ઘૂસી જતાં ભારે ફફડાટ ફેલાયો
શિનોર તાલુકાના માંજરોલ ગામે રહેતા પ્રદીપસિંહ પ્રાકડાની પાર્ક કરેલી બાઇકની પેટ્રોલની ટાંકી નીચે સવારના લગભગ 8 વાગ્યાની આસપાસ એક બ્લેક કોબ્રા સાપ જોવા મળતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ જેઓ શિનોરના અવાખલગામે રહે છે તેમને જાણકરાઇ હતી.જેની જાણ થતાં જ તાત્કાલિક અશોકભાઈ પટેલ માંજરોલ ગામે પહોંચી બાઈકની પેટ્રોલની ટાંકી ઘૂસી ગયેલા બ્લેક કોબ્રા સાપને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવ્યો છે…