Charchapatra

બસમાં યુવાનો ગપ્પા મારતા રહ્યાં, સગર્ભા ઉભી-ઉભી થાકી ગઇ!

આજના યુવાન – યુવતિઓમાં મોટાભાગે સંસ્કારનો અભાવ છે, જેના કારણે સમય પ્રમાણે વર્તતા નથી. અને તમિઝ પણ જાળવતા નથી. હાલમાં જ માંડવીથી એસ.ટી. બસમાં બારડોલી સુધીની મુસાફરી કરી, બસમાં ભીડ હતી કોઇ સીટ ખાલી ન હતી. કડોદથી એક ગર્ભવતી મહિલા બસમાં ચઢી, પરંતુ બસમાં જગ્યા ન હોવાથી ઊભી રહી ને મુસાફરી કરી તેણી ગર્ભવતી હતી અને કેડમાં એક નાનું બાળક પણ હતું.

બસમાં બે ચાર યુવાનો સીટ પર બેસીને મોબાઇલ પર ગેઇમર રમતાં હતા. અને ગપ્પા મારતા હતા, છતાં આ યુવાનોને દયા પણ ન આવી કે ચાલો, સીટ ખાલી કરીને પેલી સગર્ભા મહિલાને જગ્યા આપીએ, સગર્ભા બિચારી ઉભી – ઉભી થાકી ગઇ અને બારડોલી આવી ગયું. આ બનાવથી આ લખનારને દુ:ખ થયું.

શું આજની યુવા પેઢીમાં માનવતા – દયાભા જેવું કાંઇ નથી? આ બનાવ લખવા પાછળનો હેતુ એ છે કે, માલદાર – પૈસાદાર વ્યકિતઓ તો મોટરકારમાં ફરે છે, ગરીબ – મધ્યમ વર્ગ માટે તો એસ.ટી. સેવા જ એક સાધન છે. આથી સરકાર એસ.ટી. બસમાં જેમ ધારાસભ્ય – સાંસદ, વિકલાંગ, સ્વાતંત્રય સેનાની માટે સીટ રીઝર્વ રાખે છે. તેમ હવે એસ.ટી. બસમાં ગર્ભવતી – સગર્ભા માટે પણ એક-બે સીટ અનામત રાખવી જોઇએ.

તરસાડા         -પ્રવીણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top