સાવલી: ડેસર પોલીસે મેરા કુવા મંડળીના મંત્રી વિક્રમ પરમારને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગત રોજ મોડી સાંજના સમયે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સહકારી અધિકારીએ ડેસર પોલીસ મથકે મેરા કુવા દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રી સામે મૈયત થનારના નામે 39 લાખ રૂપિયા નુ ચુકવણું કરવા બાબતે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે બાબતે ડેસર પોલીસ મથકે મેરા કુવા દુધ મંડળીના પ્રમુખ રાવજીભાઈ પરમાર અને મંત્રી વિક્રમસિંહ પરમાર બંને રહેવાસી મેરા કુવા સામે હંગામી ઉચાપતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહીના ભાગરૂપે મંત્રી વિક્રમસિંહ પરમારની મોડી રાત્રે ધરપકડ કરી હતી અને આજે ડેસર પોલીસે મેરા કુવા મંડળીના મંત્રી વિક્રમ પરમારને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા
હજુ બીજો આરોપી પકડવાનો બાકી હોય કેવી રીતે મૃતકોના ખાતામાંથી પૈસા ઉપાડીને લેવડદેવડ કરતા હતા. આ કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની તપાસ કરવા માટે કોર્ટ પાસે પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી