Gujarat

બનાસકાંઠામાંથી નકલી પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

ગાંધીનગર: રાજ્યમાં હજી પણ નકલીનો કારોબાર યથાવત પણે ચાલી રહ્યો છે. નકલી ધારાસભ્ય, નકલી પીએ, નકલી ઘી, નકલી આઇપીએસ અધિકારી, નકલી જીરું, બાદ હવે ફરી પાછો બનાસકાંઠાના વાવમાંથી નકલી પોલીસવાળો ઝડપાયો છે.

અંગે મળતી માહિતી મુજબ ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરી રહ્યો હોવાની હકીકત પોલીસના ધ્યાને આવી હતી. આથી ડીસા શહેરના દક્ષિણ પોલીસ મથકની ટીમે ખાનગી વોચ ગોઠવી તપાસ કરતા બનાસકાંઠાના વાવ તાલુકાના ટોભા ગામનો એક શખ્સ જેનું નામ અજય ચૌધરી છે, તે પોલીસની ઓળખાણ આપીને લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતો હોવાનો ધ્યાને આવતા આ નકલી પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ધરપકડ કરેલા નકલી કોન્સ્ટેબલ અશોક ચૌધરીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું, અને તે બતાવી લોકો પાસેથી પૈસા તથા સામાન પડાવતો હતો. પોલીસે આરોપી અશોક ચૌધરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. રિમાન્ડ દરમ્યાન હજુ પણ વધુ છેતરપીંડીની હકીકત બહાર આવે તેવી સંભાવના છે.

Most Popular

To Top