- ભાજપા ના 6 કોંગ્રેસના 7 ફોર્મ ભરવામાં આવ્યા
- 10 અપક્ષ ઉમેદવારી નોંધવામાં આવી
લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર ભરવાની શુક્રવારે અંતિમ તારીખ હતી. 19 એપ્રિલના બપોરે 3 કલાક સુધીમાં કુલ 34 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપા, કોંગ્રેસ સિવાય 10 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજવામાં આવશે. જેના માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ નિયત કરવામાં આવી હતી. શુક્રવારે બપોરે 3 કલાક સુધીમાં ઉમેદવારી પત્ર ભરવાના હતા. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખે કુલ 34 વ્યક્તિઓના ઉમેદવારી પત્રો આવ્યા છે. જેમાં ભાજપાના મુખ્ય ઉમેદવારના 4 ફોર્મ અને ગૌણ ઉમેદવારના બે ફોર્મ મળી કુલ 6 ફોર્મ આવ્યા છે. કોંગ્રેસના મુખ્ય ઉમેદવારના પણ 4 ફોર્મ અને ગૌણ ઉમેદવારના 3 ફોર્મ મળી કુલ 7 ફોર્મ આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે બપોરે 3 કલાક સુધીમાં 29 મુખ્ય ઉમેદવારો, 5 ગૌણ ઉમેદવારો મળી કુલ 34 ઉમેદવારોના ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવ્યા છે. હવે ચૂંટણી નો ખરાખરીનો જંગ જામશે. હાલમાં તમામ ઉમેદવારોએ પ્રચાર શરુ કરી દીધો છે અને પુરજોશમાં મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે અંતિમ દિવસોમાં ચૂંટણીનો માહોલ જામશે.
આજે ફોર્મની ચકાસણી કરાશે, 22 એપ્રિલ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ
ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ વીતી ગઈ છે. ત્યારે આજે ઉમેદવારપત્રોની ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ આગામી 22 એપ્રિલ ફોર્મ પાર્ટ ખેંચવાની અંતિમ તારીખ છે. જેમાં ગૌણ ઉમેદવારો ઉપરાંત કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે છે. 22 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચ્યા બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.