ફતેપુરા છાસ લેવા માટે ગયેલ એક્ટિવા ચાલકના આશરે કુલ રૂ 6,13,488ની કિંમતના દાગીનાની ચોરી થઇ હતી

સિટી પોલીસે શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઇન્દિરાનગર બ્રિજ નીચેથી આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા જીઆઇડીસીમાં રહેતા મહિલા પોતાના પિયર બાજવાડા ખાતે ગત 04ફેબ્રુઆરીના રોજ સોનાના ઘરેણાં સાથેની થેલી એક્ટિવાના હૂકમા લટકાવી ફતેપુરા છાસ લેવા ગયા હતા તે દરમિયાન દાગીના જેની આશરે કિંમત રૂ 6,13,488ના મતા સાથે કોઇએ ચોરી કરી હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી જેમાં સિટી પોલીસે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર બ્રિજ નીચેથી આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા જીઆઇડીસી રોડ સ્થિત ગૌતમનગર સોસાયટીમાં બીનાબેન સચિનભાઇ નાયક પોતાના પરિવાર સાથે રહે છે તેમના પતિ કંસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ ગત તા.04 ફેબ્રુઆરીના રોજ બપોરે પતિ સાથે વાસણા નિલામ્બર સર્કલ ખાતે આવેલા યુનિયન બેંકમાં મૂકેલા સોનાના દાગીના લઈ સાંજના છ એક વાગ્યે બાજવાડા પોતાના પિયર ખાતે ગયા હતા જેમાં પતિના બે વીંટીઓ નું માપ મોટું કરવાનું હોય તથા અન્ય કામ કપડાંનું હોય તેમણે એક્ટિવા ના આગળના હૂકમા દાગીના થેલીમાં લટકાવી ફતેપુરા મેઇન રોડ પર આવેલા ભવાની કોમ્યુનિકેશન નામના પ્રોવિઝન સ્ટોર પર છાસ લેવા ગયા હતા અને ત્યારબાદ સોનાની દુકાને ગયા હતા જ્યાં દાગીના ભરેલી થેલી જેની આશરે કિંમત રૂ 6,13,488 જણાઇ ન હતી કોઈ ચોરી કરી ગયું હોય સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર મામલે સિટી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર બ્રિજ નીચેથી રફિક અહેમદ ઉર્ફે લુલવા સમીમ અહેમદ શેખ ને તમામ ચોરીના દાગીના સહિત રૂ.6,13,488 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
