Vadodara

પોલીસને જાણ કર્યા વિના પરપ્રાતિયોને મકાન ભાડે આપનાર તાદલજાના બે મકાન માલિકો સામે કાર્યવાહી

ભાડૂઆતોની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી ન હતી અને ભાડા કરાર પણ કર્યો ન હતો

વડોદરા શહેર એસ.ઓ.જી.પોલીસ દ્વારા જાહેરનામા ભંગ અનન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

(પ્રતિનિધિ) વડોદરા તા. 28

શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા રાજીવગાંધી આવાસ યોજનાના મકાનમાં તેમજ ચિશ્તિયાનગર,કાળી તલાવડી ખાતેના મકાનને પરપ્રાંતિય લોકોને ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરી તથા ભાડા કરાર ન કરી જાહેરનામાનુ ઉલ્લંઘન કરનાર બે મકાન માલિકો વિરુદ્ધ વડોદરા શહેર એસ.ઓ.જી.દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શહેરમાં ગેરકાયદેસર રીતે મકાન ભાડે આપનાર મકાન માલિકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે તે દરમિયાન શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા પણ દુકાનો,મકાન, ગોડાઉન ભાડે આપનાર મકાન માલિકોની તપાસ ચાલતી હતી તે દરમિયાન એસ.ઓ.જી.પોલીસને મળેલી માહિતીના આધારે તાંદલજા વિસ્તારમાં આવેલા યોગી કુટિર સામેના રાજીવ ગાંધી આવાસ યોજનામાં મકાન નં.એફ/4,2/16 ધરાવતા મકાન માલિક ઇમરાનખાન રીઝવાનખાન પઠાણ તથા ફર્સ્ટ ફ્લોર મકાન નંબર -16, ચિશ્તિયાનગર,કાળી તલાવડી પાસે, તાંદલજા ના મકાન માલિક સિરાજ અહેમદ ટેલરે પરપ્રાંતીય લોકોને પોતાના મકાનો ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી ન હતી તથા ભાડા કરાર પણ કર્યો ન હતો જેથી બંને મકાન મલિકો સામે મકાન,દુકાન ભાડા જાહેરનામાં ભંગ બદલ જે.પી.પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top