Vadodara

પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્ર રીષીના એક દિવસના રિમાન્ડ

માંજલપુર પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 5 દિના રિમાન્ડની માગણી કરી

માંજલપુરના રહીશ પાસેથી 29.75 લાખ ગોવામાં પ્રોજેક્ટ શરૂ કરવાના બહાને પડાવ્યાં હતા


પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્ર રીષી આરોઠેને એસઓજીની ટીમે મુંબઇ થાણેની હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ હોય ત્યાં સોંપાયો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પૂર્વ રણજી પ્લેયર તથા કોચ તુષાર આરોઠેના ઠગ પુત્ર રીષી આરોઠે વિરુદ્ધમાં ક્રિકેટ સટ્ટો તથા છેતરપિંડી ગુના નોંધાયેલા છે. તાજેતરમાં રીષીએ બેંગ્લોરથી આંગડિયા મારફતે 1.39 કરોડ રૂપિયા તેના પિતાના ઘરે મોકલાવ્યા હતા. જેની માહિતી મળતા વેંત જ એસઓજીની ટીમે પ્રતપાગંજના ઘરે પહોંચીને પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે સહિત ત્રણ જણાને ઝડપી પાડયા હતા. જ્યારે રીષીને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન તેની સામે રૂપિયા માંજલપુરના રહીશ પાસેથી 29.75 લાખ ગોવામાં પ્રોજેક્ટ શરૂ કરવાના બહાને પડાવી લીધા હોવાની માંજલપુર તથા ક્રિકેટની પ્રેક્ટિસ કરતા કાલોલના યુવક પાસેથી 5.27 લાખ પડાવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોધાઇ હતી. દરમિયાન એસઓજીની ટીમે રીષી મુંબઇના થાણેની એક હોટલમાં રોકાયો હોવાની બાતમી મળતા જ ટીમે ત્યાં પહોંચી હતી. જેવો ઠગ સિગારેટ પીવા માટે નીચે આવ્યો હતો અને તેને ઝડપી પાડ્યો હતો. એસઓજીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં રીષી આરોઠને સોંપ્યો હતો. જેથી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Most Popular

To Top