પ્રતિનિધિ વડોદરા તા. 14
વડોદરા શહેરમાં આવેલ પૂરને કારણે શહેરના દરેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. વિશ્વામિત્રી નદીના તટ પર આવેલા સયાજીગંજ વિસ્તારમાં તો એટલા બધા પાણી ભરાયા હતા કે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સયાજીગંજ નાં પરશુરામ ભટ્ટા પાસે આવેલા બ્રિજની નીચે છેલ્લા ચાર વર્ષથી સયાજીગંજ પોલીસ સ્ટેશનનું એક કન્ટેનર બંધ હાલતમાં મૂકેલું હતું. વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરને આ વિસ્તારમાં પાણી ભરાયું હતું અને બંધ પડેલું પોલીસનો કન્ટેનર પાણીમાં તણાઈ ને એક એક વેપારી ની દુકાન પાસે આવીને પડ્યું છે. બંધ પડેલા કન્ટેનરમાં ભારે ગંદકી છે અને મરેલા ઉંદર પડેલા છે , જેના કારણે વેપારી ત્રાહિમામ પોકારી ગયા હતા અને મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી.
વેપારીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પૂરના પાણી તેમની દુકાનમાં પણ ફરી વળ્યા હતા . જેના કારણે ખૂબ જ નુકસાન થયેલું છે અને આ પ્રકારે પોલીસનો કન્ટેનર પાણીમાં તણાઈને દુકાન પાસે આવી ગયું છે અને મરેલા ઉંદરો કન્ટેનરમાં જોવા મળે છે જે કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાઈ રહી છે. સયાજીગંજ પોલીસનું આ બંધ કન્ટેનર છેલ્લા 20 દિવસથી અહીંયા પડેલું છે જે બાબતની જાણ તેમના દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ઘણીવાર કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પણ એક્શન લેવામાં આવ્યું નાથ. દુકાનની પાસે પડી રહેલા પોલીસના આ કન્ટેનરના લીધે વેપાર કરવામાં પણ ખૂબ મુશ્કેલી થઈ રહી છે અને વહેલી તકે આ કન્ટેનરને ત્યાંથી ખસેડવામાં આવે તેવી માંગ વેપારી દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવી હતી.
પૂરના પાણીમાં તણાઇ આવેલા પોલીસના કન્ટેનરથી પરશુરામ ભઠ્ઠામાં વેપારી થયા હેરાન
By
Posted on