Shinor

પુનિયાદ ગામે અસામાજિક તત્વોનો આતંક, ખેતરની પાઇપો કાપી નાંખી

શિનોર : શિનોર તાલુકાના પુનિયાદ ગામે કોઈ અસામાજિક તત્વો ધ્વારા એરંડાના ખેતરમાં પાણી લેવા માટે નાખવામાં આવેલી પાણીની પાઇપો અને બકનળીને નુકશાન પહોંચાડતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
શિનોર તાલુકાના પુનિયાદ ગામે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં પુનિયાદ ગામના ખેડૂતે પોતાના એરંડાના ખેતરમાં પાણી લેવા માટે નાખેલી પાઇપોને કોઈ હથિયાર વડે કાપી નાખવામાં આવી છે.સાથે બકનળીના મોઢિયા તોડી નાખી ખેડૂતને નુકશાન પહોંચાડ્યું છે.જે અંગેની જાણ ખેડૂત દ્વારા શિનોર પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચક્યાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે થોડાક સમય પહેલાં શિનોર તાલુકાના કેટલાંક ગામોમાં એરંડા નો તૈયાર પાક કોઈ અજાણ્યા ઇસમો ઉઠાવી ગયા હતા.ત્યારે શિનોર પોલીસ દ્વારા ખેડૂતને નુકશાન પહોંચાડનાર અસામાજિક તત્વો ને વહેલી તકે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top