*લોક ફાળાથી બનાવવામાં આવ્યું ભારજ નદી પર જનતા ડાયવર્ઝન*
પાવીજેતપુર તાલુકામાં ભારજ નદી પર ટૂંક સમય અગાઉ બ્રિજ તૂટીને બે ટુકડા થઈ જતા બાજુમાં વહીવટી તંત્ર દ્વારા બે કરોડથી વધુ રકમનું ડાઈવરજન બનાવવામાં આવ્યું હતું. જે બિલકુલ તકલાદી કામ કરતા પહેલા પાણીએ જ ધોવાઈ ગયું હતું . જેને લઇ જિલ્લાના વધુ પડતા લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જેથી કરીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ડાયવર્ઝન બનાવવામાં આવતું નહોતું. ચોમાસાની ઋતુ પૂરી થઈ ગઈ છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા ખાલી મંજૂરીઓ લઈ કોઈપણ જાતનું કામગીરી શરૂ કરવામાં આવી નથી
લોકોના ધંધાને થતી હતી અસર
વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી ન કરતા આગળ દિવાળી પર્વના તહેવાર આવે છે જેને લઇ લોકોને ખૂબ જ ધંધાકીય આશાઓ હોય છે અને હાલ ડાયવર્ઝન બંધ હોવાથી બોડેલી થી પાવીજેતપુર વચ્ચેના તમામ ધંધાઓને અસર થઈ છે જેથી કરીને લોકો દ્વારા લોક ફાળે જનતા ડ્રાઇવરજન બનાવવામાં આવ્યું એ ડાયવર્ઝન બનતા લોકોને માં ખૂબ જ ખુશી જોવા મળી વધુમાં વાત કરીએ તો જનતા ડાઈવરજન માટે વહીવટી તંત્ર દ્વારા પણ થોડી ઘણી મદદ આપવામાં આવી છે એવી લોક ચર્ચા પણ સામે આવે છે પરંતુ પોતાનું કામ જનતાને કરવું પડે છે એવા અનેક પ્રશ્નો વહીવટી તંત્ર પર ઉઠતા જોવા મળે છે