હાલોલ:
યાત્રાધામ પાવાગઢ તળેટીમાં વાહનોના પાર્કિંગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળની સીટ પર થી એક યુવતી અને એક યુવક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.


જાણવા મળેલી માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માંચી જવા રસ્તા પાસે જીપ પાર્કિંગ પાસે એક જીજે ૨૭ સીએફ ૧૪૮૯ નંબરની ઇનોવા કાર ગત રોજની પાર્ક કરેલી હતી. ત્યાંના સ્થાનિકે આ કાર કાર ચાલુ અને એસી પણ ચાલુ હાલત માં જોતા કારની પાછળની સીટ ઉપર એક યુવક યુવતી દેખાયા હતા. કાર ગત રોજની તેજ જગ્યાએ જોતા શંકા કુશંકા લાગતા વાત વાયુવેગે ફેલાતા લોકટોળા જામ્યા હતા.આ બનાવ ની જાણ પાવાગઢ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગાડીમાં બેઠેલા યુવક યુવતીએ કોઈ પણ જાત ની હલન ચલન ન કરતા તાત્કાલીક કારનો દરવાજો ખોલવા ટેક્નિકલ માણસને બોલાવી દરવાજો ખોલતા યુવક યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક મૃતક ને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી આ બંને મૃતક ની ઓળખ છતી કરવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળી આવ્યું છે આ હિંમતનગર ના આકોદ્રા ગામ ના હોવાનું જાણવા મળી આવ્યું છે. આગળનું રહસ્ય હવે પોલીસ તપાસમાં બહાર આવે તેમ છે