Vadodara

પાલિકા દ્વારા આજરોજ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ…

વડોદરા મહા નગર પાલિકા દ્વારા આજે 23મી સપ્ટેમ્બરના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

બૉમ્બેની ઍલફિન્સ્ટન કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ બાબાસાહેબ 1913માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકાની કૉલંબિયા યુનિવર્સિટીમાં ગયા હતા. આ માટે તેમને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવડ તરફથી આર્થિક સહાય મળી હતી.આ આર્થિક સહાય માટે તેમણે વડોદરાના રાજપરિવાર સાથે એક કરાર કરવો પડ્યો હતો. એ મુજબ અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે વડોદરા સરકારને આધિન નોકરી કરવાની હતી.વડોદરા રાજ્યની સેવામાં દાખલ થયા, જે તેમના માટે કપરો અનુભવ સાબિત થયો. જન્મથી દલિત હોવાથી સવર્ણોના હાથે તેમને વડોદરા રાજ્યમાં બહુ સહન કરવું પડ્યું. પરિણામે ત્યાંની નોકરી છોડીને તેઓ મુંબઈમાં વકીલાત કરવા જતા રહ્યા.23 સપ્ટેમ્બર 1917ના દિવસે તેઓ મુંબઇ જવા માટે નિકળ્યા હતા પરંતુ તેમની ટ્રેન ચારથી પાંચ કલાક મોડી હતી. જેથી તેઓ વડોદરાના સયાજીબાગમાં આવેલા વડના વૃક્ષ નીચે જઇને બેસી ગયા હતા. ડો. બાબાસાહેબ આંબેડકરે વડના વૃક્ષ નીચે બેસીને દેશમાં દલિતો સાથે ભેદભાવની વ્યવસ્થાને બદલવાનો સંકલ્પ લીધો હતો.
આજે દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી. વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1917ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરએ કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે “હું મારા જીવન દરમિયાન શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ”. ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે. ત્યારે આજના દિવસે તેમને કરેલા કાર્યોને યાદ કરતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત મહેમાનોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ ના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ખાતે ઉપસ્થિત રહ્યા હતા

Most Popular

To Top