ઇરાનથી પોતાના જરથોસ્થી ધર્મના રક્ષણ માટે ભારતમાં આવીને સંજાણ બંદરે ઉતરેલા અને દેશના ગામડા-શહેરોમાં વસ્યા છે, પારસીઓ રમુજી, દિલાવર, નેક સ્વભાવના છે. જયાંજયાં વસ્તયા ત્યાંના લોકો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.
પારસીઓની અલગ રહેણી-કરણી, અનોખી બોલી શાંતિ-પ્રિય – ધર્મપ્રિય સ્વભાવના છે. મીઠ્ઠી અનોખી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. પારસીઓ લડાઇ-ઝઘડામાં માનતા નથી. તેમ જ કોઇનું અપમાન કે માનહાની કરતાં નથી. જે ધંધા-વ્યવસાયમાં જોડાયા હોય તેમાં પ્રમાણિકતા – નેકી – વફાદારી કાયમ રાખી છે.
પારસીઓની દિન પ્રતિદિન વસ્તી ઘટતી જાય છે. અને માઇક્રો-માઇનોરીટીમાં આવી ગયા છે, છતાં કદી હકક કે અધિકારની માંગણી કરી નથી. પારસી જજન અને નાટયકાર યઝદી કરંજિયા સાહેબનું માનવું છે કે, પારસીઓને કટોકટીના સમયે ભારત દેશે આશરે આપ્યો હતો, જેથી એક ઉપકાર છે. આથી પારસીઓ સવાયા ગુજરાતી અને વફાદારીપૂર્વક જીવી રહ્યા છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.