Vadodara

પાણી પુરવઠા વિભાગના પૂર્વ ઇજનેર યોગેશ વસાવા પર ઉત્તર ઝોનમાં પાણીની તંગી ઊભી કરવાનો આક્ષેપ

વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં છેલ્લા કેટલાક દિવસથી નાગરિકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા હતા. આ બાબતે તપાસ હાથ ધરતાં ખુલ્યું કે પાણી પુરવઠા વિભાગમાં અગાઉ કામ કરતો નાયબ કાર્યપાલક ઇજનેર જ આ હાલાકીનું કારણ હતો. મળતી માહિતી મુજબ, પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા યોગેશ વસાવાએ જાણી જોઈને પાણીના વાલ્વ બંધ કરાવ્યા હતા. જેના કારણે વિસ્તારોમાં પૂરતો પાણી પુરવઠો ન થઈ શક્યો હતો. ઉલ્લેખનીય છે કે, યોગેશ વસાવાની તાજેતરમાં અન્ય વિભાગમાં બદલી કરવામાં આવી હતી. પ્રાથમિક તારણ પ્રમાણે બદલીને કારણે અસંતોષે તેણે આ કૃત્ય કર્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે વધુ હકીકત બહાર આવશે.

Most Popular

To Top