એર હોસ્ટેસ કેનેડાથી ગાયબ થઈ ગઈ ? જી હા આ કોઈ ઉડાવ સમાચાર નહીં પણ પીઆઈએના પ્રવક્તાએ એર હોસ્ટેસ ગુમ (AIR HOSTESS MISSING) થયાના સમાચારની પુષ્ટિ કરી હતી અને કહ્યું છે કે આ ઘટનાને ટોચનાં મેનેજમેન્ટ દ્વારા ધ્યાનમાં પણ લેવામાં આવી છે જો કે આ સમાચાર (NEWS) એટલા ચોંકાવનારા છે કે તુરંત આ કેસની તપાસ પણ કરવામાં આવી રહી છે. જો કે પાકિસ્તાન (PAKISTAN) એક થી એક હટકે સમાચારોમાં આવવા ટેવાયેલું છે ત્યારે આ માટે કેવા નિવેદનો આવે છે તે પણ રસપ્રદ વાત છે.
કંગાળીના સમયગાળામાંથી પસાર થઈ રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ને લીઝની રકમ ન ચૂકવવાના મામલે મલેશિયા (MALAYSIA) દ્વારા થોડા દિવસો પહેલા વિમાન જપ્ત કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વિશ્વમાં (ALL WORLD) ભારે ફજેતીનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એક વખત પીઆઈએ મુશ્કેલીનો સામનો કરી રહી છે. એક ન્યૂઝ કંપનીના સમાચારો અનુસાર પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની એક એર હોસ્ટેસ કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પરથી ગુમ થઈ ગઈ છે. અગાઉ પીઆઈએ વિમાનમાં કામ કરતો કર્મચારી પણ ત્યાં ગુમ થયો હતો.
પીઆઈએના પ્રવક્તાએ એર હોસ્ટેસના ગાયબ થવાના સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, આ ઘટનાને ટોચના મેનેજમેન્ટે (MANAGEMENT) ધ્યાનમાં લીધી છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. એક ન્યૂઝ કંપનીના એક અહેવાલ મુજબ, એર હોસ્ટેસ કરાચી (KARACHI)થી પીકે-797 ફ્લાઇટ (FLIGHT) નંબર પર ટોરન્ટો આવી હતી અને ત્યારબાદ કરાચી પાછા ફ્લાઇટમાં ફરજ પર પરત ફરી ન હતી. પ્રવક્તાના કહેવા મુજબ પીઆઈએ મેનેજમેન્ટે વિભાગીય તપાસ શરૂ કરી છે. આ ઘટના અને ઇમિગ્રેશન (IMMIGRATION) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ કેનેડાને ઘટનાની જાણ કરવામાં આવી છે.
એક ન્યૂઝ કંપની (NEWS COMPANY) સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે એર હોસ્ટેસે ત્યાં નાગરિકત્વ (CITIZENSHIP) મેળવવા માટે આ કર્યું છે. એક્સપ્રેસ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે એર હોસ્ટેસ જાહિદા બલોચ ફ્લાઇટ પીકે -797 પરના ક્રૂનો ભાગ હતી અને કેનેડા (CANADA) પહોંચ્યા પછી ગુમ થઈ ગઈ હતી. સત્તાધીશોને બલોચના ગાયબ થવા વિશે ખબર પડી જ્યારે તેણી ફ્લાઇટ પીકે-7844 પર પાછી આવી જ ન હતી.