National

પશુધન ખરીદનારે આપેલો રૂ. 5.92 લાખનો ચેક રિટર્ન થતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ

વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકા બોડકા ગામમાં રહેતા ખેડૂતને બેંકની ક્રોપ લોન ભરપાઇ કરવા માટે જરૂરી મુડી ન હોવાને કારણે તેણે 15 ગાય વેચવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ખેડૂતે આ અંગે પરિચીતને વાત કરતા તેઓ ગ્રાહક શોધી લાવ્યા હતા અને 5.92 લાખમાં પશુધનની ખરીદી કરી તેની સામે આપેલો ચેક બાઉન્સ થતા ખેડૂતે પરિચીતને જાણ કરી હતી. પરિચીતે હાથ ખંખેરી લેતા ખેડૂતે ગયો ખરીદનારનો સંપર્ક કરતા ખરીદેલી ગાયો ના પૈસા તને નહિ મળે અને હવે  પછી તે અને તારા ભાઈએ પૈસા અંગે ફોન કર્યો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી મળતા સમગ્ર મામલો કરજણ પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસે ત્રણ લોકો વિરૂદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.  વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બોડકા ગામમાં પરિવાર સાથે રહેતા 54 વર્ષીય વિનોદભાઇ ભઈલાલભાઈ પટેલ ખેતી અને પશુપાલન કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. બોડકા ગમે તેમની અને મોટાભાઈ દિનેશભાઇ ભયલાલભાઈ પટેલના સંયુક્ત નામે 45 વીઘા જમીન આવેલી છે.  જેમાં 15 ગાયો રાખેલી હતી. જેનું કામ મજૂરો કરતા હતા.

જોકે તબેલામાં કે મકરવા માટે મુજરો ન મળતા હોઈ અને તેમને એસબીઆઈ બેંકમાં ક્રોપ લોન ભરવા માટે પૈસાની જરૂર હોવાથી તેઓએ 15 ગાયોનું પશુધન વેચવાનો નિર્ણય કરી જુદા જુદા લોકોને તેમજ  વોટ્સએપ મારફતે ખેડુત ગૃપમાં જાણ કરી હતી. જલારામ નગરમાં રહેતા પરિચીત લાલાભાઇ સામંતભાઈ પરમાર (રહે- જલારામ નગર, કરજણ)ને પણ જણાવ્યું હતું. દરમિયાન ગત તા 26 જુલાઈ 2021ના રોજ લાલાભાઇએ તેમને ફોન કરીને ગાયો ખરીદવા માટે વેપારી લઈને તેમના ખેતર ઉપર આવેલા તબેલામાં પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, ગાયો ખરીદવા માટે એક વેપારીને લઈને આવ્યું છે. 

અમદાવાદના જોધાભાઇ ભરવાડ (રહે-બરવાળા, અમદાવાદ) અને અમીત સાધુ (રહે- કેરીયા રાણપુર, બોટાદ) બંનેએ તબેલામાં 15 ગાયો જોઇ રૂ. 5.92 લાખમાં સોદો નક્કી કર્યો હતો. ત્યાર બાદ ચાર દિવસ બાદ બે આઇસર ટેમ્પામાં તમામ ગાયોને લઇ જવામાં આવી હતી. તેની અવેજમાં 12 ઓગસ્ટ 2021 ના રોજનો વિનોદભાઇ કાભાભાઈ વણકર નામનો કનારા બેંકનો રૂ. 5.92 લાખનો ચેક લખી આપ્યો હતો. ત્યારે લાલાભાઇએ વિશ્વાસ આપ્યો હતો. અને કહ્યું હતું કે, તમે આ ગાયો જવા દો. હું  જોધાભાઇ અને અમીત મહારાજને  ઓળખું છું.

વિનોદભાઇએ તા. 23 ઓગસ્ટ ના રોજ ચેક બેંકમાં જમા કરાવતા તા. 24 ના રોજ રિટર્ન થયો હતો. આ અંગે લાલાભાઇને પુછતા તેઓએ ઉદ્ધત જવાબ આપતા કહ્યું હતું કે, તું જાણે અને તારી ગાયો લેનાર જાણે, મને આ બાબતે ફોન કરવો નહિ. ત્યાર બાદ કરજણ ઘાવત ચોકડી પાસે લાલાભાઇ મળતા પોતાની ગાયો અંગે પૈસા માંગતા જવાબ મળ્યો કે, તમારા પૈસા નહિ મળે. અને જણાવેલ કે તું અને તારો ભાઈ મારી પાસે કેમ અવાર નવાર ફોન કરી પૈસાની માંગણી કરો ચો.  જો હવેથી પછી મારી પાસ પૈસાની માંગણી કરી તો હું તને અને તારા ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Most Popular

To Top