ડભોઈ ::ડભોઈના પણસોલી ખાતે મિરાજ પ્રાઇવેટ લિમિટેડ કંપનમાં કુપનોની ચોરીના ભેદને ગણતરીના કલાકોમાં ડભોઈ પોલીસે ઉકેલતા ચોરીનો ગુન્હો ઉકેલાયો છે
બનાવની વિગતો પ્રમાણે ૨૦ -૧૦ -૨૦૨૫ ના રાત્રીના સમયે ડભોઈ બોડેલી રોડ પર પણસોલી સિમમાં મિરાજ ડ્રાઇમીક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે એશિયન પેઇન્ટસ કંપનીના ₹ ૧૦૦ ₹ ૪૫ની કુપનો ૩ , ૯૨ ,૯૭૭ નંગની ચોરી થઈ હતી. જેને શોધવા પોલીસે હ્યુમન સોર્સેસ તથા ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરતા આ ગુનામાં આરોપીઓ હોવાનું મધ્યપ્રદેશના કટની જિલ્લા નુ તપાસ માં બહાર આવતા સ્થાનિક પોલીસની મદદ લઈ અનુરાગ ઉર્ફે ઉદય કૃષ્ણ કુમાર પાંડે , મુરતસિંગ ઉર્ફે મુરજ રાજકુમાર લોધી , સોખીલાલ સુકરનલાલ ભોમિયા , પ્રહલાદ નરેશ પટેલ તમામ રે કનવારા , અનુરાગ ઉર્ફે છોટુ સતાઈલાલ ચક્રવર્તીને ડભોઈ પોલીસ મથકે લાવી પોતાની રીતે તપાસ કરતાં જેઓ એ કુપનો ચોરી હોવાની કબૂલાત કરી કરી હતી. આ ગુનામાં બીજા આરોપી પોલીસ પકડથી દુર છે. રીષભ ગોવિંદ પાંડે , નિખીલ કૃષ્ણકુમાર ઉર્ફે લાલો મહારાજ પાંડે , રાહુલ લોધી , આકાશ કૈલાશ પ્રસાદ વિશ્વકર્મા , પ્રભાકર ઉર્ફે પંકજ માથુર લોધી , રામેશ્વર ભારત લોધી , અને અરુણ લખન લધી પકડવાના બાકી છે.
ડિ.વાય.એસ.પી. આકાશ પટેલના માર્ગદર્શન માં ડભોઇના પી.આઇ કે જે. ઝાલા સાથે અ.હે. કો સર્વશ્રી. રાજેન્દ્રસિંહ , અર્જુન ભાઇ , યુવરાજસિંહ હરપાલસિંહ , દિનેશ મોતીરામ અને ભાવિક માનસિંગે મહત્વની ભૂમિકા ભજવી ગુનાને ટુંકા ગાળા માં જ ઉકેલી નાખ્યો છે.