વડોદરા, તા.1
ટ્રેનોમાં થતી દારૂની હેરાફેરી પર રેલવે એલસીબીએ સપાટો બોલાવ્યો છે. વડોદરા તથા પ્રતાપનગર રેલવે સ્ટેશન પર નિઝામુદ્દીન એકતાનગર ગુજરાત સંપર્કક્રાંતિ એક્સપ્રેસમાંથી 2.07 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. એલસીબી વિદેશી દારૂ, ત્રણ મોબાઇલ મળી 2.23 લાખનો મુદ્દામાલ કબજે કરે રેલવે પોલીસ સ્ટેશનમાં સુ્પ્રત કર્યો છે.
પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેનોમાં પણ દારૂની હેરાફેરી કરાતી હોય એલસીબીની પીઆઇ ટી વી પટેલે આપેલી સૂચનાના આધારે 1 માર્ચના રોજ સ્ટાફના જવાનો વડોદરા તથા પ્રતાપનગર રેલવે સ્ટેશન હદ વિસ્તરામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇમરાનભાઇ ઇકબાલભાઇને બાતમી મળી હતી કે નિઝામુદ્દીન એકતાનગર ગુજરતા સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો લાવવાનો છે. જેના આધારે ટ્રેન આવતા એલસીબીની ટીમે ટ્રેનના ડબ્બામાં તપાસ કરતા 2.07 લાખના વિદેશી દારૂનો જથ્થા સાથે અજય જગદીશ પટેલ અને ધર્મેન્દ્ર મહાવીરસિંહ ગરાડિયાને ઝડપી પાડયા હતા. એલસીબીએ વિદેશી દારૂ, ત્રણ મોબાઇલ મળી 2.23 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે રેલવે પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.
નિઝામુદ્દીન એકતાનગર એક્સપ્રેસ ટ્રેનમાંથીરૂ.2.07 લાખના દારૂ સાથે બે ઝડપાયાં
By
Posted on