રોડ બેસિજતા વ્યવસાયીઓએ પણ વેઠ્વું પડે છે નુકસાન

નિઝામપુરા મેઇન રોડ પર આવેલ વરસાદી ગટરની દીવાલ ગયે વર્ષે તૂટી ગયી હતી. આ વર્ષે પ્રિ-મોન્સૂન સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેની કામગીરી કરવામાં આવી હતી. જો કે, આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર તરફથી ચોકસાઈ ન રાખવાથી રોડનો ભાગ બેસી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકો અને વ્યાપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડ પર આવેલ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું છે કે, પાર્કિંગની જગ્યા ખોવાઈ જવાથી ગ્રાહકો ઓછા થઈ ગયા છે અને ધંધા પર માઠી અસર પડી છે. સાથે સાથે, રોડ પર પડી ગયેલા ખાડાથી લોકો ચિંતિત છે અને આ સ્થિતિમાં કોઈ દુઘટના થાય તો જવાબદાર કોણ તેની પણ ચર્ચા થઈ રહી છે.

સ્થાનિક લોકો અને વ્યવસાયીઓએ આ તકલીફદાયક સ્થિતિનું ત્વરિત નિરાકરણ કરવા માટે મહાનગરપાલિકા પર દબાણ વધાર્યું છે. તેઓએ કહ્યું છે કે, સરકારી કામગીરીમાં ચોકસાઈ અને જવાબદારી જરૂરી છે, જેથી સમસ્યા ઝડપથી હલ થાય અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.
