Charotar

નાપાવાંટામાં પતિએ પત્ની અને પુત્રવધુને મારમાર્યો

બે દિયરે પણ દોડી આવી હુમલો કર્યો
પોલીસે ત્રણેય ભાઇ સામે ગુનો નોંધ્યો


બોરસદના નાપા વાંટામાં વિચિત્ર બનાવ બન્યો હતો. જેમાં ફ્રિજ ફંફોસતા પતિને પત્નીએ ઠપકો આપતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારમારવા લાગ્યો હતો. જેમાં તેના બે દિયર પણ ધસી આવ્યાં હતાં અને ત્રણેય ભાઇએ ભેગા થઇ સાસુ – વહુને મારમાર્યો હતો. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ત્રણેય ભાઇ સામે ગુનો નોંધ્યો હતો.
બોરસદના નાપાવાંટા ગામમાં રહેતા રંજનબહેન વિક્રમસિંહ પરમાર તથા તેમના પુત્રવધુ ભાવનાબહેન ભરતભાઇ પરમાર 4થી માર્ચના રોજ ઘરે હાજર હતાં. આ સમયે વિક્રમસિંહ જશવંતસિંહ પરમાર આવ્યાં હતાં અને ઘરમાં ફ્રિજ ખોલી જોતા હતા. આથી, રંજનબહેને તેમને ફ્રિજમાં કંઇ નથી. શું કામ ખોલો છો ? તેમ કહેતા વિક્રમસિંહ ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દ બોલવા લાગ્યાં હતાં. આથી, અપશબ્દ બોલવાની ના પાડતા તેઓ ઓસરીમાંથી લાકડી લઇ ાવી રંજનબહેનને મારવા લાગ્યાં હતાં. બાદમાં બહાર જતાં રહ્યાં હતાં. આ ઘટનાને થોડીવાર પછી રંજનબહેનના પતિ વિક્રમસિંહ, દિયર બળવંતસિંહ ધસી આવ્યાં હતાં અને ફરી ઝઘડો કર્યો હતો અને રંજનબહેનને ગડદાપાટુનો મારમારવા લાગ્યાં હતાં. આ હુમલામાં પુત્રવધુ પણ છોડાવવા વચ્ચે પડતાં દિયર બળવંતસિંહે પુત્રવધુને પેટમાં લાત મારી દીધી હતી. જોકે, આસપાસના માણસો ભેગા થઇ જતાં વિક્રમે સાસુ – વહુને ધમકાવતા જણાવ્યું હતું કે, અમારા ઘરમાંથી બહાર નિકળી જાવ. તમારે અહીં રહેવાનું નહીં અને જો અહીં રહેશો તો તમને જીવતાં નહીં રહેવા દઇએ. આ ઉપરાંત દિયર મહેન્દ્રસિંહે પણ ઉપરાણુ લઇ અપશબ્દ કહ્યાં હતાં. આખરે સાંજે રંજનબહેનનો પુત્ર ભરત ઘરે આવતા સઘળી બાબત જણાવી હતી અને બીજા દિવસે સવારે બન્ને સાસુ – વહુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે રંજનબહેને ફરિયાદ આપતાં વિક્રમસિંહ જશવંતસિંહ પરમાર, બળવંતસિંહ જશવંતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જશવંતસિંહ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top