Chhotaudepur

નસવાડી તાલુકામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ, અશ્વિન નદી બે કાંઠે


નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે લો લેવલના કોઝ ઉપર પાણી ફરી વળતા ત્રણ ગામોના લોકો હેરાન પરેશાન

બે દિવસથી નદી બે કાંઠે વહેતી હોવાથી જીવના જોખમે કોઝ વે ઉપર ફરી વળેલા પાણી માંથી પસાર થવા લોકો મજબૂર

જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી થઈ જતાં ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાયા



નસવાડી તાલુકામાં સતત બે દિવસ થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદથી નસવાડીની અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. નસવાડી ના કુકાવટી ગામ પાસે લો લેવલનો કોઝવે આવેલો છે. આ પંચાયત માર્ગ મકાન વિભાગ lનો રસ્તો છે. જ્યારે નદીના સામેના કિનારે વેગેનાર, સૂકા પુરા અને વાગ્યા જેવા ગામો lનો મુખ્ય રસ્તો છે. બે દિવસથી કોઝ વે ઉપરથી પાણી જઈ રહ્યું છે. જ્યારે લોકોને ઘરો માં જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી થઈ જતાં તેની ખરીદી કરવા માટે નસવાડી ખાતે આવવા માટે 15 કિલોમીટર ફરી ને આવવું પડતું હોવાથી લો લેવલના કોઝ વે ઉપર જીવ ના જોખમે પસાર થઈ ને લોકો નીકળી રહ્યા છે. પંચાયત માર્ગ મકાન વિભાગે લો લેવલ ના કોઝ ની પાઇપો માં ભરાયેલ કચરું સાફ ના કરતા પાણી ઉપરથી વહી રહ્યું છે. સરકારના નિયમ અનુસાર કોઝ વે ના વચ્ચે ના ભાગ માં કોઝ વે ઉપર થી કેટલા ફૂટ પાણી વહી રહ્યું છે તે નું બોર્ડ ફરજિયાત મારવાનું હોય છે. પરંતુ આવું બોર્ડ અહી મારવામાં આવ્યું નથી અને પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ બે દિવસ થી પાણી વહેતું હોવા છતાંય ગ્રામજનો ને અન્ય સુવિધા કે રસ્તો બંધ કરવાની તસ્દી પણ લીધી નથી. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં લો લેવલ ના કોઝ વે ઉપર અનેક લોકો તણાઈ જવા નો ઘટના બની છે તંત્ર આવી ઘટના ની જાણે રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે

Most Popular

To Top