Chhotaudepur

નસવાડી તાલુકાના નખલપુરા ગામે રામદેવ ફળીયામાં વીજ કનેક્શન ના મળતા ફળીયાના લોકોને અંધારપટ્ટમાં રહેવાનો વારો



સરકારની યોજનામાંથી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પોલ નાખી લાઈનો ખેંચવામાં આવી અને ગુજરાત પેર્ટનની કુટીર યોજનામાં કનેક્શનો મંજુર થયા હતા, પરંતુ તેઓ છેલ્લા 3 વર્ષથી કુટીર યોજનાના વીજ કનેક્શનો આપવાનું અધિકારીઓ ભૂલી ગયા

આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ફળીયાના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

નસવાડી તાલુકા નખલપુરા ગામે રામદેવ ફળિયું આવેલું છે ગરીબ શ્રમજીવી પરિવારની વસ્તી છે જયારે સરકારની વિવિધ યોજનાઓમાં આદિવાસી લોકોના ઉથ્થાન માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ગુજરાત પેર્ટન યોજનામાં ફાળવે છે . પરંતુ આ ફળીયાની વરવી વાસ્તવિક છે કે મધ્ય ગુજરાત વીજ કંપનીના વાંકે આ ફળિયું આઝાદીના આટલા વર્ષો પછી પણ અંધારામાં જીવું રહ્યું છે જયારે સરકારે કુટીર યોજનામાં મફત વીજ કનેક્શન મળે તે માટે આ ફળીયાના લોકોને ફોર્મ મંજુર કર્યા હતા પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીએ આ ગરીબ આદિવાસી લોકોને આજ દિન સુધી વીજ કનેક્શન ના આપ્યા આ લોકો મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીના ધક્કા ખાઈ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરીને થાકી ગયા છે. જયારે ફળીયામાં વીજ પોલો નાખવામાં આવ્યા છે અને વીજ લાઈનો ખેંચવામાં આવી છે. પરંતુ ઘરોમાં કનેક્શન આપવાનું અધિકારી ભૂલી ગયા છે જેને લઇ આધુનિક યુગમાં આ ફળીયાના લોકો આજે પણ લાઈટો પંખો સહીત સુવિધા વિના જીવી રહ્યા છે. જયારે પરિવારમાં નાનું બાળક હોય તે ગરમીમાં શેકવાથી રડે ત્યારે ઝાડ ઉપર કપડું બાંધી બાળકને ઝુલાવે છે જયારે ફળીયામાં રાત્રી ટાણે અંધારું હોવાથી જંગલી જાનવરો અને ઝેરી સાપો થી લોકોને જીવનું જોખમ છે અગાઉ એક મહિલાને સાપ કરડતા મહિલાનું મોત થયું હતું જયારે આ ફળીયામાં જવાનો પાકો રસ્તો પણ નથી કાચો રસ્તો હોવાથી લોકો વર્ષો દુઃખ ભોગવી રહ્યા છે

ચોમાસામાં ભારે મુશ્કેલી પડે છે જેવી અનેક પ્રાથમિક સુવિધાથી ફળીયાના લોકો વંચિત હોય જેને લઇ સરકારના અધિકારીઓ અને નેતાઓ સુધી અવાજ પોહ્ચાડવા લોકોએ ભારે સુત્રચારો કર્યા હતા સરકાર ગ્રામ પંચાયતને 15 માં નાણાંપંચમાં લાખો રૂપિયા ગ્રાન્ટ આપે છે વિકાસની વાતો કરવામાં આવે છે. પરંતુ આ ફળીયાના લોકો હજુ સુધી વિકાસ જ જોયો નથી. જેને લઈ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને ધારાસભ્ય સાંસદ સહીત નેતાઓ આ ફળીયાની મુલાકાત લઇ ગામમાં પ્રાથમિક સુવિધા પુરી પાડે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top