Chhotaudepur

નસવાડીની બરોલી શાળાના બાંધકામમાં ગેરરીતિની તપાસ શરૂ

નસવાડી તાલુકાના બરોલી ગામે પ્રાથમિક શાળાના નવા બની રહેલા બિલ્ડીંગના કામમાં ગેરરીતિની ફરિયાદ સરપંચ દ્વારા સર્વ શિક્ષા અભિયાન વિભાગના અધિકારીઓને કરાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

બરોલી ખાતે ઈજેનરોએ પહોંચીને બિલ્ડીંગની કામગીરીની ચકાસણી કરી હતી સાથે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનની ટીમે પણ પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કામની ગુણવત્તા જાળવવા માટે એજન્સીને કડક સૂચના આપી હતી.

નસવાડી તાલુકાના બરોલી ગામે કરોડો રૂપિયાના ખર્ચ પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ બની રહ્યું છે. જેની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હતું. જેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ડીસ્ટ્રીકટ પ્રોજેકટ ઈજેનરને બિલ્ડીંગના કામની તપાસ સોપવામાં આવી હતી. જેને લઇ પ્રાથમિક શાળાની બિલ્ડીંગની વિઝીટ માટે અધિકારીઓની ટીમ આવી હતી. જયારે બિલ્ડીંગના ફ્લોરિંગમાં હલકી કક્ષાનું કોંક્રેટનું કામ કરવામાં આવ્યું હતું. તેને તોડીને નવેસરથી કામગીરી કરવામાં આવી હતી. જયારે ગ્રામજનો સાથે ઇજનેરોએ એસ્ટીમેન્ટમાં ફ્લોરિંગના કોંક્રેટમાં સળિયા ના હોવાથી સળિયા નાખવામાં આવ્યા નથી જેવી સમજ ગ્રામજનોને આપી હતી જયારે ગ્રામજનોએ ઈજનેરોને હલકી કક્ષાની કામગીરી થતી હોવાની રજુવાત કરી હતી અને કામગીરી વખતે ઇજનેરો હાજર રહે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી જયારે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનની ટીમે પણ ગામે કામગીરીની ચકાસણી કરીને કામમાં એજન્સીને ગુણવતા જાળવવા કડક સૂચના આપી હતી .જયારે સર્વ શિક્ષા અભિયાનના ઇજનેરો અને થર્ડ પાર્ટી ઈન્સ્પેકશનની ટીમ ગ્રામજનો સાથે મિટિંગ કરી ગ્રામજનો અને સરપંચના નિવેદનો લીધા હતા જેને લઇ હાલ તો ઇજનેરો તપાસ ધમધમાટ બોલાવી અહેવાલો તૈયાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીઓને રિપોર્ટ કરશે જયારે અત્યાર સુધી સુઈ રહેલા અધિકારીઓ ગ્રામજનોએ સમગ્ર ભષ્ટચાર બહાર પાડતા અધિકારીઓ ઊંઘમાંથી જાગીને દોડતા થયા છે ત્યારે હવે આ તપાસ અને અહેવાલમાંથી શું બહાર આવશે તે જોવાનું રહ્યું આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચ વિકાસના કામો ચાલી રહ્યા છે પરંતુ અધિકારીઓ કામગીરી ચાલતી હોય ત્યારે સ્થળ ઉપર હાજર ના રહેતા એજન્સી દ્વારા પોતાનો વિકાસ કરવા માટે આડેધડ કામગીરી કરી નાખી વિકાસની મલાઈ ખાઈ જાય છે અને ત્યાર બાદ કામગીરીઓની પોલ ખુલે ત્યારે અધિકારીઓ દોડતા થાય છે જેનો વરવો નમૂનો સામે આવ્યો છે

Most Popular

To Top