છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થઈ સાથે પાણીની બુમો શરૂ થઈ. પાણી માટે વલખા મારતા લોકો ઉનાળો આવે અને છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે અને પ્રજાએ પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. આવીજ એક સમસ્યા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વિસ્તારમાં આવેલા જામ્બા ગામના કલાસિયા ફળિયાની આવી છે. લોકો પાણી માટે વલખા મારવા ઉપર મજબુર બન્યા છે. પાણી પુરવઠા દ્વારા ફિલ્ટર પાણીનો સંપ અને વાસ્મો દ્વારા નળ સે જલ બનાવવામાં આવ્યા છે.પરંતુ પાણી આવતું નથી.ફળિયામાં માત્ર એક હેન્ડપંપ છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ પાણીના તળ ઉંડા જતા પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગામલોકો જણાવી રહ્યા છે કે નળ તો છે પણ જળ નથી.
નસવાડી તાલુકાના જામ્બા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા ફિલ્ટર પાણીની સંપ બનાવવામાં આવ્યો છે.અને વાસ્મો દ્વારા નળ સે જલ ઘરે ઘરે બનાવવામાં આવ્યા છે પરંતુ પાણી આવતું નથી.કલાસિયા ફળિયામાં માત્ર એક હેન્ડ પંપ છે.ત્યાં આ ફળિયાના લોકોને પાણી લેવા માટે જવું પડે છે.હાલ તો ઉનાળાની શરૂઆત થતાં જ પાણી નાં તળ ઉંડા ઉતરી ગયા તેને લઈને ગામની મહિલાઓને પાણી બે બે કલાક લાઈનમાં ઉભા રહી રહેવું પડે અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
સમગ્ર જિલ્લામાં 7 જેટલી નદી આવેલી છે. જેમાં મોટા ભાગની નદીઓમાં રેતી ખનન ના કારણે પાણીના સ્તર ઘણા વર્ષોથી ઊંડા જતા રહે છે. પરિણામે જે ગામોને અને શહેરોને નદીના પાણીનો લાભ મળવો જોઈએ તે મળતો નથી. ભારે ગરમીની શરૂઆત થતા નદીઓ કોરી ધાકડ થઈ જાય છે. હેન્ડ પંપ તથા કુવાઓના સ્તર પણ ઊંડા ઉતરી જાય છે. જેથી પ્રજાએ પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. જ્યારે ઓફિસોમાં ઠંડુ પાણી મળી જાય છે.
ચાલતી ચર્ચાઓ મુજબ જામ્બા ગામમા નળ સે જલ બનાવવામાં આવ્યો પણ તેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતનાં કારણે નળ સે જલ ઘરે ઘરે બનાવવામાં તો આવ્યા છે પરંતુ તેનું કનેક્શન આપવામાં આવ્યું જ નથી.તેને લઈને સરપંચ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.આ જામ્બા ગામના લોકોની માંગ ઉઠી છે વહેલામાં વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે તો કપરો ઉનાળો નીકળી જાય નહીતો પ્રજા ક્યાં જશે એ પ્રશ્ન છે.