ગુરુવાર, 12 જૂનની સાંજે ગોરવા, મધુનગર ચાર રસ્તા, પંચવટી સહિત અનેક વિસ્તારોમાં પાણી નહીં મળે; 13 જૂને સવારે ઓછા દબાણથી મોડું પાણી આવશે
વડોદરા: વડોદરાના ગોરવા ટાંકી નજીક નવી પાણીની લાઇન જોડવાની કામગીરીના કારણે ગુરુવાર, 12 જૂન, 2025ના રોજ સાંજે ગોરવા વિસ્તારના અમુક ભાગોમાં પાણી પુરવઠો બંધ રહેશે. સાંજે 4 થી 5 વાગ્યે ગોરવા ગામ, પોલીસ સ્ટેશન આસપાસ, ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્ષ, સત્યમ એપાર્ટમેન્ટ અને આઈ.ટી.આઈ. વિસ્તારોમાં પાણી નહીં મળે.
ત્યારબાદ સાંજે 6 થી 7 વાગ્યે ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ, બાપુની દરગાહ પાછળથી મધુનગર ચાર રસ્તા, અને આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી પંચવટી તથા પંચવટીથી મધુનગર ચાર રસ્તા તરફના વિસ્તારોમાં પણ પાણી પુરવઠો બંધ રહેશે.
આ ઉપરાંત, શુક્રવાર, 13 જૂન, 2025ના રોજ સવારનું પાણી નિર્ધારિત સમય કરતાં મોડું, ઓછા દબાણથી અને ઓછા સમય માટે આવશે. સ્થાનિક સત્તાવારો દ્વારા નાગરિકોને પાણીનો વપરાશ જરૂર મુજબ સાચવવા અપીલ કરવામાં આવી છે.