Nadiad

નડિયાદ પીપલગ ચોકડી પાસે મનપાની ટીમ બેસ્ટ મસાલાના એકમ પર વેરા વસુલાત માટે પહોંચી


(પ્રતિનિધિ) નડિયાદ, તા.4
નડિયાદ મહાનગર પાલિકાની વેરા વિભાગની ટીમ મોડી સાંજે 5:30 વાગે વેરા વસુલાત માટે પહોંચી હતી. બેસ્ટ મસાલા એકમ પર પહોંચેલી મન પાર્ટી મને એકમ માલિક વચ્ચે બોલાચાલી થઈ છે.
મળતી માહિતી મુજબ નડિયાદ મહાનગરપાલિકાની વેરા વિભાગની ટીમ આજે આકસ્મિક કેટલાક ચોકડી નજીક આવેલા બેસ્ટ મસાલાના એકમ પર પહોંચી હતી. સ્થળ પર પહોંચેલી ટીમ દ્વારા બાકી વેરો ભરવા માટે એકમના માલિકને જાણ કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન બેસ્ટ મસાલા ના માલિક દ્વારા પોતે કોઈપણ વેરો બાકી ન હોય અને જે વેરો દર્શાવવામાં આવ્યો છે તે પોતે રીતે દર્શાવ્યો હોવાનું આક્ષેપ કર્યો હતો. દરમિયાન મનપા કર્મચારીઓ અને એકમના માલિક વચ્ચે બોલાચાલી થઈ છે. મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર કાર્યવાહી કરવા માટે પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ આ એકમના માલિક પણ પોતે કોઈપણ વેરો બાકી ન હોય કાયદાકીય કાર્યવાહી કરવા માટે મન બનાવી ચૂક્યા છે. હાલ તંત્ર અને એકમ માલિક વચ્ચે માથાકૂટ ચાલી રહી છે.

Most Popular

To Top