Nadiad

નડિયાદમાં હૃદયદ્રાવક ઘટના, ઉત્તરસંડા તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈના મોત


(પ્રતિનિધિ) નડિયાદ, તા. 6
નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી અમરદીપ સોસાયટીમાં રવિવારે એક અત્યંત કરુણ ઘટના બની છે. મૂળ મધ્યપ્રદેશના ભીંડના વતની અને અહીં રહેતા એક પરિવારના બે સગા ભાઈઓ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આજે બુધવારે બપોરના સમયે, 9 વર્ષનો મયંક સિંહ અને 6 વર્ષનો તેનો નાનો ભાઈ હરેન સિંહ ઘર નજીક આવેલા તળાવ પાસે ક્રિકેટ રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક બોલ તળાવમાં જતાં, બંને ભાઈઓ તેને લેવા માટે પાણીમાં ઉતર્યા હોવાનું મનાય છે. પરંતુ, તળાવના ઊંડા પાણીનો અંદાજ ન હોવાથી તેઓ ડૂબવા લાગ્યા.

આસપાસના લોકોનું ધ્યાન પડતાં જ તેમણે બૂમાબૂમ કરી, પરંતુ બાળકોને બચાવી શકાયા નહોતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘણા કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ બંને બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.
બાળકોના મૃતદેહને કિનારે લાવ્યા બાદ વડતાલ પોલીસે તેનો કબજો મેળવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક સાથે બે દીકરા ગુમાવનાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Most Popular

To Top