Vadodara

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રિદિવસીય રમતોત્સવનો પ્રારંભ

શિક્ષણ સમિતિની 10 શાળાઓના 950 બાળકોની પ્રતિભાથી સૌ કોઈ મંત્રમુગ્ધ

કબડ્ડી, ખોખો, લાંબી કૂદ, ઉંચીકુદ, વોલીબોલ જેવી વિવિધ રમતો રમાડવામાં આવશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા આયોજિત રમતોત્સવ 2025 અંતર્ગત સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓનો ત્રિદિવસીય રમતોત્સવનો માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. કબડ્ડી, ખોખો, લાંબી કૂદ, ઉંચીકુદ, વોલીબોલ જેવી વિવિધ રમતો રમાડવામાં આવશે.

વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 10 શાળાઓના 950 બાળકોએ યોગા પિરામિડ ટુપ્સ,તલવાર ટુપ્સ, લાઠી ટુપ્સ, પરેડ, લેઝિમ ટુપ્સ, ડંબેલ્સ ટુપ્સ, કરાટે, દેશભક્તિ ગીતની ઉત્કૃષ્ટ ઝાંખી રજૂ કરતા સૌ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. બલુન છોડી આતશબાજી કરી રમતોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રમતોત્સવ દરમ્યાન વિવિધ રમતો જેવી કે કબડ્ડી, ખોખો, લાંબી કૂદ, ઉંચીકુદ, વોલીબોલ જેવી વિવિધ રમતો રમાડવામાં આવશે. જેમાં વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને રમતો દ્વારા શારીરિક અને માનસિક વિકાસ થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અધ્યક્ષ આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષા અંજનાબેન ઠક્કર, શાસનાધિકારી ડો.વિપુલભાઈ ભરતિયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ટીમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી રમતોત્સવ સફળતાપૂર્વક શરૂ થયો હતો.

ભવિષ્યના પડકારોના સામનો કરવાની શક્તિ મળે છે.

રમતોત્સવ માત્ર રમત ગમતનો કાર્યક્રમ નથી પરંતુ બાળકોના સર્વાગી વિકાસનું સશક્ત માધ્યમ છે. આજના યુગમાં શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક સ્ફૂર્તિ પણ જરૂરી છે. બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે.ખેલ દિલીની ભાવના વિકસે છે. ભવિષ્યના પડકારોના સામનો કરવાની શક્તિ મળે છે. રમતમાં બાળકો આગળ વધે તે હેતુથી શિક્ષણ સમિતિ દ્વારા સ્પોર્ટ્સ, ડ્રેસ,સ્પોટ્સ શુઝ પુરા પાડવામાં આવે છે. સાથે સાથે તમામ શાળાઓમાં રમત ગમતના સાધનો પુરા પાડેલ છે. વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ રમતો રમે તેવી શુભેચ્છાઓ પાઠવું છુ : આદિત્ય પટેલ, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

રમતોને મહત્વ આપવાથી બાળકોમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે :

રમતોત્સવ જેવી પ્રવૃત્તિથી બાળકોમાં શિસ્ત,ટીમવર્ક,નેતૃત્વ ગુણ વિકસે છે.રમતોત્સવનું આયોજનએ બાળકોના સ્વસ્થ ભવિષ્યની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. રમતોને મહત્વ આપવાથી બાળકોમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે.બાળકોમાં છુપાયેલ પ્રતિભા બહાર આવે છે.બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાણી શકાય છે. આ ક્ષેત્રમાં તેઓ ખૂબ આગળ વધી દેશનું ગૌરવ વધારી શકે છે. : વિપુલ ભરતીયા, શાસનાધિકારી, ન.પ્રા.શિક્ષણ સમિતિ

Most Popular

To Top