uncategorized

ધોરણ 10માં માસ પ્રમોશન આપવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી

રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તે મુદ્દે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ગુજરાત વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના પગલે હાલમાં પરીક્ષાઓનો યોજી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે.

આ ઉપરાંત કોરોનાની મહામારીના પગલે અન્ય રાજ્યોમાં પણ ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જેથી અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

Most Popular

To Top