Charchapatra

ધારાસભ્યો વર્ષોવર્ષ પેન્શન ખાય તે ન જ ચાલે

વર્ષો જુની કહેવત સાંભળવા મળે છે કે કાનખજુરાનો એક પગ તૂટી જાય તો એ લંગડો નથી થઇ જતો. બસ કંઇક આવા જ બંધબેસતા સમાચાર 26/માર્ચ ગુજરાતમિત્ર દૈનિકનાં પાના નં.3/ ઉપર વાંચી લખવા પ્રેરાયો કે પંજાબમાં હવે ભૂતપૂર્વ ધારાસભ્યને ફકત અને ફકત એક કાર્યકાળ માટે જ પેન્શન મળશે. સમાચાર વાંચીને મનમાં સ્હેજે પ્રશ્ન થાય કે પંજાબનો ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એટલે એ જમીનદાર તો ખરો જ વળી પરિવારનો નાનો મોટો સાઇડમાં વેપાર ધંધો પણ ખરોજ અને એ સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય એટલે ‘કરોડોપતિ’ પણ ખરોજ એમાં બે મત નથી એટલે નથી જ. એટલે તેમને પંજાબની નવી ‘આપ’ પક્ષની ચૂટાયેલ સરકારનાં આવા નિર્ણયથી શુ ફર્ક પડી જવાનો? વળી આવા સાંસદ કે ધારાસભ્ય પોતાની જાતને લોકસેવક કહેવડાવે છે અને પેન્શનપેટે રૂ. 75000/- મેળવે છે. અને કેટલાક તો ડબલ ત્રીપલનાં પોતાના કાર્યકાળના સમય પેટે ડબલ ત્રીપલ પેન્શનનાં લાખો રૂપિયા (દેશનાં ગરીબ નાગરિકોના ચૂકવાયેલ ટેક્ષમાંથી જ તો) દર મહિને તદ્દન મફતમાં મેળવે છે. ‘આપ’ પાર્ટીનો સરકાર અને ખાસતો કેજરીવાલ જે કઇ પગલા ભરે છે તેમાં આમ જનતાનાં કલ્યાણની ભાવનાં આપોઆપ દેખાઇ આવે છે. જે વાત તદ્દન અભણ માનવી પણ સમજી શકે છે. આમ પણ કેજરીવાલ વાત ઓછી અને ફકત કામ કરવામાં જ માને છે. ‘જાગતે રહો ભાજપ (મોદી) સરકાર’…
સુરત     – કીકુભાઇ જી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top