Vadodara

ધનોરા ગામના મેઇન રોડ પર ડમ્પરે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતાં યુવક ઇજાગ્રસ્ત

(પ્રતિનિધિ) વડોદરા તા. 16

ધનોરા ગામના મુખ્ય રોડ પર એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પરને વળાંક લેતા સમયે મોટરસાયકલ ને પાછળથી અથડાતાં મોટરસાયકલ સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અંગેની જવાહર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના ધનોરા ગામ ખાતે જીઆઇપીસીએલ કંપની પાછળ રહેતા ગુલાબસિંહ હમીર સિંહ પઢિયાર પોતાના પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કરે છે તેમનો દીકરો જયદીપસિંહ રણોલી ખાતે નોકરી કરે છે. ગત તા.13 ફેબ્રુઆરીના રોજ ગુલાબસિંહ પઢિયારની મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-કેક્યુ-2589લઈને તેમનો પુત્ર જયદીપસિંહ ઘરેથી રાત્રે નંદેસરી ખાતે લગ્ન પ્રસંગે જતો હતો તે દરમિયાન તેમના ફળિયાના એક છોકરાએ ગુલાબસિંહ ને ફોન કરીને જણાવ્યું હતું કે જયદીપસિંહ નો ધનોરા ગામના રોડ પર અકસ્માત થયો છે જેથી ગુલાબસિંહ પરિવાર સાથે ત્યાં પહોંચી ઇજાગ્રસ્ત જયદીપસિંહ ને એમ્બ્યુલન્સ મારફતે અમીતનગર ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત અંગે આસપાસના લોકોએ જણાવ્યું હતું કે ધનોરા ગામના મેઇન રોડ પર આવેલા વી.વી.સી.એલ.કંપની પાસે એક ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીટી-2497 ના ચાલકે ગફલતભરી રીતે ડમ્પરનો વળાંક લેતા દરમિયાન મોટરસાયકલ ના પાછળના ભાગે ડમ્પર અથડાતાં યુવકને માથાના તથા કાન તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી જ્યાં હોસ્પિટલમાં જયદીપસિંહ ને મોઢાના ભાગે ફ્રેકચર થયું હોય તથા મોટરસાયકલ ને પણ નુકસાન થયું હોવાથી સમગ્ર મામલે ડમ્પર ચાલક વિરૂધ્ધ જવાહરલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top