દાહોદ, તા.૧૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આવેલ એસ.સી. મોદી હાઈસ્કુલની ૪૦ જેટલી વિદ્યાર્થિનનીઓને પ્રવાસે લઈ જવા માટે શાળાના જવાબદારોની લાપવાહી સામે આવી છે જેમાં શાળાની વિદ્યાર્થિઓને ટેમ્પા બેસાડી ઘેટા, બકરાની માફક ઠસોઠસ ભરી પ્રવાસે લઈ જતાં જાેવા મળ્યાં હતાં ત્યારે રસ્તામાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની ? જેવા અનેક સવાલો રસ્તેથી પસાર થતાં લોકોમાં ઉઠવા પામ્યાં હતાં. વડોદરાની હરણી બોટ કાંડમાં માસુમ વિદ્યાર્થિનીઓ તેમજ તેમની સાથેના શાળા સંચાલકના મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચાવી મુકી હતી ત્યારે દેવગઢ બારીઆ નગરમાં આવેલ એમ.સી. મોદી હાઈસ્કુલના શાળા સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં શાળાની ૪૦ જેટલી વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવા માટે શાળાના જવાબદારો દ્વારા વિદ્યાર્થિનીઓને ટેમ્પામાં ઘેટા, બકરાની માફક ઠસોઠસ ભરી એન.એસ.એસ. કેમ્પમાં લઈ જવામાં આવ્યાં હતાં. આ દ્રશ્યો જાેતા રસ્તા પરથી પસાર થતાં લોકોમાં અનેક સવાલો ઉદ્ભવવા પામ્યાં હતાં ત્યારે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
દે.બારીઆમાં હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓને પ્રવાસે લઈ જવા માટે શાળાની બેદરકારી
By
Posted on