દેવગઢ બારીયા: દેવગઢ બારીયા સબ જેલમાંથી ફરાર થયેલા પોકસો એક્ટ હેઠળના સેશન્સ ટ્રાયેબલ ગુનાના આરોપીને દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
દેવગઢ બારીયા સબ જેલમાંથી ફરાર થયેલા આરોપી મનોજભાઈ ભરતભાઈ કટારા (ઉ.વ. 22), રહે. હાથીયાવન, તા. લીમખેડા, જી. દાહોદ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી લીમખેડા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. 1049/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 173(2), 87, 64(2)(એમ), 65(1), 351(3) તેમજ પોકસો એક્ટની કલમ 4 અને 6 હેઠળના ગુનામાં વર્ષ 2025થી દેવગઢ બારીયા સબ જેલમાં કેદ હતો.
તા. 08/02/2026ના રોજ આરોપી જેલમાંથી ફરાર થતાં દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ ગુ.ર.નં. 0173/2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 262 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરાર આરોપીને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા LCB, SOG, પેરોલ-ફર્લો સ્ક્વોડ તેમજ લીમખેડા ડિવિઝનની વિવિધ પોલીસ ટીમોને સક્રિય કરવામાં આવી હતી. મળેલી બાતમીના આધારે આરોપી પોતાના ઘરે આવ્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક રેડ પાડવામાં આવી હતી, જેમાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.મનોજભાઈ ભરતભાઈ કટારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન દ્વારા જેલમાંથી ફરાર થવાની ઘટનાને લઈ વધુ તપાસ ચાલુ છે.
રિપોર્ટર: નવીન સિક્લીગર