વડોદરા શહેરના ઈલેકશન વોર્ડ નં. ૧૧ માં આવતા દિવાળીપુરા રાજીવનગર બેની સામે જીવરાજ પાર્ક સોસાયટીમાં હાલ ડ્રેનેજ ચોક અપ થવાની સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વખત સ્થાનિકોએ વોર્ડ તેમજ પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. હાલ હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વધારે વરસાદ પડશે તો બીમારીઓ ફેલાઈ શકે એવી હાલત છે. ડ્રેનેજ ઉભરાતા સ્થાનિકોએ અનેકવાર વિસ્તારના કાઉન્સિલર ચિરાગ બારોટ કે જેઓ હાલમાં કોર્પોરેશનમાં ડે. મેયર છે તેમને અને પાલિકાની વોર્ડ ઓફિસ પર અનેક વાર ફરિયાદો કરી છે. ઓનલાઇન પણ બે વાર ફરિયાદ કરી છે. છતાં કોઈએ ધ્યાન નહિ આપતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે છેલ્લા એક મહિનાથી વિસ્તારની ડ્રેનેજ ઉભરાય છે. ખૂબ દુર્ગંધ આવે છે. સાથે સાથે માખી મચ્છરના કારણે ગંભીર બીમારીઓ થઈ રહી છે . વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે વહેલી તકે ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવામાં નહિ આવે તો પાલિકાની કચેરીએ ધરણાંનો કાર્યક્રમ કરી કમિશ્નરનો ઘેરાવો કરીશું અને કાઉન્સિલર ડે . મેયર ચિરાગ બારોટનો ઘેરાવ કરવામાં આવશે. સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે આવનારા ઈલેકશનમાં અમારે કોને મત આપવો એ પણ જોવાનું રહેશે.
દિવાળીપુરાની જીવરાજ પાર્ક સોસાયટીમાં ડ્રેનેજ ચોકઅપ, ચોમાસામાં લોકો પરેશાન
By
Posted on