Dahod

દાહોદ એ ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ અરજદાર પાસેથી રૂ.3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

દાહોદ:

દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પંચમહાલ એસીબી ટીમના ધામાને પગલે ચકચાર પામી હતી. દાહોદ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અરજીના નિકાલ માટે અરજદાર પાસેથી ₹5000 ની માંગણી કરતા અરજદાર દ્વારા આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાના પગલે અરજદારે એસીબી પોલીસનો સંપર્ક કરતા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ અરજદાર પાસેથી રૂપિયા 3000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગતરોજ પંચમહાલ એસીબી ની ટીમ દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે લાંચનું છટકું ગોઠવ્યું હતું. દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં એક નાગરિક વિરુદ્ધની અરજીના નિકાલ માટે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો રમેશભાઈ મગનભાઈ વાઘમસી (હાલ રહે. લક્ષ્મીનગર, રળીયાતી, તા. જી.દાહોદ, મૂળ રહે જી.ભાવનગર) દ્વારા નાગરિક પાસેથી અરજીના નિકાલ માટે રૂપિયા 5,000ની લાંચની માંગણી કરાઇ હતી. નાગરિકે આટલા રૂપિયા પોતાની પાસે ન હોવાનું જણાવતા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ દ્વારા રૂપિયા 3000 આપી દેવા માટે નાગરિકને જણાવ્યું હતું ત્યારે આ લાંચ ની રકમ નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ acb પોલીસ નો સંપર્ક કર્યો હતો ત્યારે આ અંગેની માહિતી મળતાની સાથે પંચમહાલ એસીબી પોલીસ મથકના ટ્રેપીંગ અધિકારી આર બી પ્રજાપતિ તથા તેમની ટીમે ગતરોજ સાંજના સમય બાદ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે લાંચનું છટકું ગોઠવ્યું હતું અને નાગરિક પાસેથી દાહોદ ડિવિઝન પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મગનભાઈ વાઘમસી રૂપિયા 3000 ની લાંચ લેતા રંગે હાથ એસીબી પોલીસના હાથે ઝડપાઈ જતા સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાથે ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી.

આ સમગ્ર મામલે પંચમહાલ એસીબી પોલીસ દ્વારા દાહોદ ડિવિઝન પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મગનભાઈ વાઘમસી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top